________________
(૧૦૦) સ્વર્ગાદિ વચ્ચે વચ્ચે જેને ઉત્તમ વિશ્રામ સ્થાન છે, સમ્યક ગુણે જેની સાથમાં રખવાલ છે, ઉપશમ જળનો છંટકાવ સહિત જેને સ્વચ્છ માર્ગ છે, દયારૂપ રસ્તાની બંને તરફ શાંત છાયા છે, અને સમ્યકૂભાવનારૂપ જેનું ગમન છે, આવી આવી સર્વોત્તમ પ્રવાસની સામગ્રી જરૂર તે પ્રવાસી મુનિને વિના ઉપદ્રવે પિતાને ઈષ્ટ સ્થાનકે પહોંચાડે છે.
હવે મેક્ષ માર્ગને પ્રવાસીને વચ્ચે વચ્ચે જે ઉપદ્ર આવવા સંભવિત છે તેને ગ્રંથકાર પાંચ લેકમાં કહે છે –
मिथ्या दृष्टि विषान्वदंति फणिनो दृष्टं तदा सुस्फुटं यासामर्दविलोकनैरपि जगद्दन्दह्यते सर्वतः । तास्त्वय्येव विलोमवर्तिनि भृशं भ्राम्यन्ति बद्धक्रुधः स्त्रीरुपेण विषं हि केवलमतस्तद्गोचरं मास्मगाः ॥१२६ ॥ સર્પ લેકમાં દષ્ટિ વિષપણું બતાવે છે, પણ તે બરાબર નથી, હમે તે સ્પષ્ટપણે સ્ત્રીઓમાં જે દૃષ્ટિવિષપણું અનુભવ્યું છે, તેવું સર્પમાં જોયું નથી. સ્ત્રીના કટાક્ષ માત્રથી આ લેક સર્વાગે બળી ઉઠે છે. કહે! આથી બળવાન દષ્ટિવિષપણું કર્યું છે? એ સ્ત્રીનો ત્યાગ કરી તેનાથી પ્રતિકુલ થયે, જેથી તારા પ્રત્યે ધ્રધયુક્ત થયેલી તે સ્ત્રીઓ તને જ ભ્રષ્ટ કરવા ઠામ ઠામ જગતમાં ભમે છે, સ્ત્રીના રાગરૂપ ભયંકર વિષની લહેરેમાં તું ન સપડાય માટે હવે તું તેના ભણી દષ્ટિ પણ ન કર.
જગતમાં કેટલાક એવા પણ સર્પો છે કે જેની દષ્ટિ પડવા માત્રથી ભયંકર વિષની લહેરો ચઢે છે. ગ્રંથકારે એ વાતને ઘણુના અનુભવ બહારની જાણી બરાબર માન્ય રાખી નહિ. સ્ત્રીઓની આંખના ઝેરને તે સર્વને અનુભવ છે. સ્ત્રી જાત પિતાના કટાક્ષ માત્રથી તરત જ વિષ કરતાં પણ મહા ભયંકર કામાગ્નિ સળગાવી મૂકે છે, અને તેથી પુરુષ વ્યાકુળ બની સર્વ ભાન ભૂલી જાય છે, બેહોશ બની જાય છે. કામની અતિ તીવ્ર અગ્નિમાં શેકાઈ જાય છે અને મહા મહા પ્રયાસે મેળવેલા અમૂલ્ય સદગુણેને સહજ માત્રમાં બાળી ભસ્મ કરી નાખે છે. પરિણામે જીવ પિતાપણું પણ સાવ વિસરી જાય છે. કામની એ જવલંત ભઠ્ઠીમાં સાતે ધાતુ, પ્રાણ, આયુષ્ય, યશ સર્વ બળીને ખાખ થઈ જાય છે.
આચાર્ય મુનિજનેને શિક્ષા આપે છે કે–દેવ, દાનવ અને સમસ્ત ચર અચર જગત જેને નિરંતર વશ વતે છે, તેવી સમર્થ સ્ત્રીને તે ત્યાગ કર્યો હોવાથી ધી થઈ તે સ્ત્રીઓ તને ભ્રષ્ટ કરવા તારા પવિત્ર