________________
આમ સર્વ પ્રકારે અનંતર અને પરંપર પરમ સુખના અનન્ય કારણરૂપ વીતરાગ પ્રવચનનું સેવન સર્વદા નિયમીતપણે સદાશય પૂર્વક અને ભક્તિ સહિત જીવને કર્તવ્ય છે.
શ્લેકમાં “ર ઘાસ સંગ્ર” એ પદ સૂચવે છે કે=જેમ સૂર્ય સંધ્યાને પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી અંધકાર પ્રવેશ પામતે નથી–તેમ આત્મામાં જ્યાં સુધી પૂર્વ મહાપુરુષની પવિત્ર આગમ વાણું કર્ણચર થઈ હદયમંદિરમાં પ્રસર્યા કરે ત્યાં સુધી અજ્ઞાન અને અસંયમરૂપ નિબિડ અંધકાર છવમાં પ્રવેશ પામતો નથી. પરંતુ નિરંતર વિવેકજ્ઞાનરૂપ પ્રખર સૂર્ય પ્રકાશતો રહે છે.
કે પ્રશ્ન કરે કે-જ્ઞાન આરાધન કરનાર જીવને તપ શાસ્ત્રાદિ પ્રત્યેના શુભ અનુરાગ વડે સરાગી દશા થાય છે, જે મોક્ષ માગે પ્રવર્તતા મુમુક્ષુને પૂર્વ મહાપુરુષોએ હેય ગણે છે તેને ઉત્તરઃ
विधृततमसो राग स्तपःश्रुतनिबंधनः । संध्याराग इवार्कस्य जंतोरभ्युदयाय सः ॥ १२३ ।।
હે ભવ્ય ! જેમ પ્રભાત સમયની સૂર્યની રક્તતા તેના ઉદયને સૂચવે છે, તેમ જે મહાભાગ્ય આત્માને અજ્ઞાન અંધકાર દૂર થયે છે, તેને તપ શાસ્ત્રાદિ પ્રત્યેને રાગ એ પણ તેના કલ્યાણને જ અર્થે છે.
સૂર્યાસ્ત સમયના સૂર્યની લાલાશ જેવી લાલાશ પ્રભાતે ઉદય પામતા સૂર્યની પણ હોય છે. પરંતુ સંધ્યા સમયની લાલાશ આગામી અધકાર વિસ્તરવાનું ચિન્હ છે, ત્યારે પ્રભાત સમયની લાલાશ આગામી પૂર્ણ પ્રકાશ વિસ્તરવાનું ચિન્હ છે, કારણ પ્રભાત સમયની લાલાશ રાત્રીના અંધકારને નાશ કરીને પ્રગટી છે.
તેમ જીવને જે વિષયાદિ ભાવે પ્રત્યે રાગ છે, તે તપ શાસ્ત્રાદિ પ્રત્યે પણ રાગ છે, પરંતુ તપ શાસ્ત્રાદિ પરત્વે જે રાગ છે તે મિથ્યાત્વાદિ અંધકારને નાશ કરી ઉભળે છે. તેથી તે રાગ ભાવિમાં જીવને કેવળદશારૂપ શુદ્ધ પ્રકાશને પ્રકાશવાને હેતુ છે. વળી જેને શુદ્ધોપગની પ્રાપ્તિ નથી, તેણે શુભેપગરૂપ સરાગપણું છોડીને શું અશુભમાં પ્રવર્તવું? શુભેપગને તથારૂપ દશા પ્રાપ્ત થવા અગાઉ છેડી દેવાથી તે માત્ર સ્વચ્છંદતાની જ વૃદ્ધિ થશે. પરિણામે સંસારીક શાતાના કારણે પણ નિર્મૂળ થઈ જીવ કેવળ નિર્વેશ પરિણામી થશે-હા સરાગ પરિણામ જરૂર હેય છે, ત્યાગવા ગ્ય છે, પણ તે કયારે? તથારૂપ વીતરાગ પરિણતિ જાગ્રત થયે. તે પહેલાં શ્રદ્ધાનમાં હેય અને પ્રવૃત્તિમાં ઉપાદેય રાખવાં એમાં જ આત્મહિત છે.