________________
(૧૫) ગ્રંથકાર આ ઠેકાણે મુનિ જનેને સંબંધે છે કે-હે નિર્લજ્જ! તારું આ શરીર તપ વડે ભયાનક અને ધૃણાયુક્ત થઈ રહ્યું છે, જાણે અડધું બળેલું મુડદુ, અને છતાં તે સ્ત્રીઓને સંગ ઈચ્છે છે ! ભાઈ! એ સ્ત્રીઓને સ્વભાવ તું જાણે છે? જેનું શરીર બળવાન પુષ્ટ અને સુંદર દેખાય તેનાથી જ તે રાગ કરે, હાસ્ય કરે. પરંતુ જેનું શરીર અશક્ત, કૃષ, અને અશેનિક દેખાય તેનાથી તે દૂર ભાગે છે. એ શું તું નથી જાણત? હે નિર્લજ્જ, તું આવી અવસ્થામાં તેને સંગ પામે એ અશક્ય છે. જ્યારે આમ છે ત્યારે વ્યર્થ આત્મયને તું કેમ ભૂલે છે? સ્વરૂપ વિસ્મરણતાને કેમ પ્રાપ્ત થાય છે? આવું અલભ્ય મુનિપદ પામીને હે ભવ્ય! તને ઉચિત છે કે-નિજ કલ્યાણને વિષે અપ્રમત્ત થવું.
જે સ્થાનમાં તું રતિ કરે છે તે સ્થાન કેવું છે તે ગ્રંથકાર ત્રણ લેક દ્વારા વર્ણન કરે છે – . उत्तुङ्गसंगतकुलाचलदुर्गदर
माराद्वलीत्रयसरिद्विषमावतारम् । रोमावलीकुमृतिमार्गमनमूढाः
कांताकटीविवरमेत्य न केव खिमाः ॥ १३२॥ કામ વિકારથી ઉન્મત્ત થયેલા એવા કયા આવે છે કે જેઓ સ્ત્રીઓના ચેની સ્થાનને પ્રાપ્ત થઈને ખેદખિન્ન ન થાય? અર્થાત્ તત્કાલ અને ભાવિમાં તેઓ મહા ખેદને જ પામે છે. કેવું છે તે સ્થાન પરસ્પર ભીડાયલા ઊંચા અને કઠિન એવા સ્વરૂપ બે પર્વતો એ જેના માટે ઉત્તગ કિલ્લાની ગરજ સારે છે, જેથી તે સ્થાન અતિ દુઃખે પામવા યોગ્ય છે. વળી ત્રિવલીરૂપ વિસ્તીર્ણ નદી વડે વિષમ છે પાર ઉતરવું જેનું, તથા આગળ વિસ્તીર્ણ રેમ પંક્તિરૂપ ઘેરી વૃક્ષ ઘટાએ કરીને જેને માર્ગ પણ ખરાબ થઈ રહ્યો છે.
જગતમાં પ્રત્યક્ષ દેખાય છે કે—જે સ્થાનના માર્ગમાં ઊંચા અને પરસ્પર મળેલા વિસ્તીર્ણ પહાડે પડ્યા હોય, કઠિનતાથી પાર ઉતરાય એવી મોટી વિશાળ નદી હોય, અને વૃક્ષોની સઘનતાથી માર્ગ પણ દુગમ્ય થઈ રહ્યો હોય, એવા પહાડી કેતોથી ભરેલા ભયંકર સ્થાનકે પહોંચવામાં ખેદ જ હોય. તેમ સ્ત્રીયોની સ્થાનકે રમવા પહેલાં ઊંચા અને પરસ્પર મળેલા બે કુચથી ખેદખિન્ન થઈ જેમ તેમ અતિ કટે છૂટવું થાય ત્યાં તે આગળ ત્રિવલીરૂપ વિશાળ નદી અને તેની આગળ રેમની સઘન વિસ્તીર્ણ વૃક્ષ પંકિતથી દુર્ગમ્ય અને ભયંકર