________________
વ્યાકુલ થયેલાં પુરુષરૂપી હરિણે પિતાના બચાવ માટે અંતિમ શરણ ચહાતાં-શોધતાં કામરૂપી ચંડાળે ગોઠવી રાખેલાં સ્ત્રીરૂપ કપટસ્થાનમાં (પાસલામાં) જઈ જઈને ભરાઈ પડે છે.
જેમ કઈ હોશિયાર અહેડી કિકરે સહિત શિકાર કરવાને અર્થે જ્યાં હિરણને સમૂહ હોય તેવા વનમાં જઈ તરફ અગ્નિ સળગાવે, અને પિતાને શિકાર કરવાનું ઈલાયદું સ્થાન રાખી પિતે ત્યાં રહે. ત્યાં અગ્નિના ભયથી નાસતાં એવાં એ રંક હરિણે ચારે તરફ દેહાદેડ કરતાં ભાગતાં શરણુની ઈચ્છાએ બિચારાં પેલાં શિકારીએ ગોઠવેલા સ્થાનમાં જઈ પહોંચ્યાં. જાણે અમે અહીં સુરક્ષિત રહીશું, પણ ત્યાં તે પેલે દુષ્ટ આપેડી બેઠે જ છે, તે નિઃશસ્ત્ર નિરાધાર રંક હરિને શથી મારી પ્રાણુ રહિત કરે છે. તેમ વિકારરૂપ પ્રધાન કામ મેહ અને તેના ઇંદ્રિયરૂપ કિકરે જીવરૂપ હરિણેને ભ્રષ્ટ કરવા, વર્ણાદિ વિષમાં રાગાદિરૂપ અગ્નિ સળગાવી જીવરૂપ હરિને પકડવા સ્ત્રીરૂપ કપટ સ્થાન લેકમાં ગઠવી રાખ્યું છે. રાગરૂપ અગ્નિથી અતિ વ્યાકુળ થયેલા બળી રહેલા જીવરૂપ હરિણે–જાણે અહીં અમને રક્ષણ મળશે એવી બુદ્ધિથી આવી ત્યાં પ્રાપ્ત થાય છે, પણ ત્યાં તે પેલે પ્રધાન કામ આહેડી લાગ જોઈ બેઠે છે-જે શરણની હોંશ ભરી આશાએ આવેલા જીને પિતાનાં કુચેષ્ટારૂપ બાણેથી ભ્રષ્ટ કરે છે, અચેત કરે છે, ઉલટે બિચારે તે જીવ પરમ આકુલતારૂપ ભયંકર દાહને પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર કહે છે કે–તેથીજ એ સ્ત્રીઓને વિશ્વાસ કઈને કઈ પ્રકારે પણ કર્તવ્ય નથી.
अपत्रपतपोग्निना भयजुगुप्सयोरास्पदं शरीरमिदमदग्धशववन्न किं पश्यसि । वृथा व्रजसि कि रतिं ननु न भीषयस्यातुरो निसर्गतरलाः स्त्रियस्तदिह ताः स्फुटं विभ्यति ॥ १३१॥
હે નિર્લજ્જ તારું શરીર તપરૂપ અગ્નિ વડે અધબન્યા મુડદા જેવું ભય અને જુગુપ્સાનું સ્થાન રહ્યું છે, એ શું તે દેખતે નથી? નિરર્થક કેમ આસક્તિને પ્રાપ્ત થઈ રહ્યો છે? હે ભ્રષ્ટ અને મૂખેઆત્મા ! આતુરતારૂપ રંગને પ્રાપ્ત થયેલે તે સ્ત્રીઓને ડરાવતો નથી, પણ ઊલટ તેમને સંગ કરવા ચાહે છે, પરંતુ સ્વભાવથી ચંચળ અને કાયરતાવાળી તે જીઓ તને જોઈને ડરે છે, તારી ભયાનક મૂર્તિ દેખી ભાગે છે, અને એમ છતાં તે ફરી ફરી તેના સંગને ઈચ્છે છે!