________________
તપરત આત્માના જીવન અને શરીરની સફળતા છે, એમ ગ્રંથકાર કહે છે –
तपोवल्यां देहः समुपचितपुण्यार्जितफलः शलाट्वये यस्य प्रसव इव कालेन गलितः । व्यशुष्यच्चायुष्यं सलिलमिव संरक्षितपयः
स धन्यः सन्यासाहुतभुजि समाधानचरमम् ॥११५॥
જેમ ફુલ કાચું ફળ ઉપજાવી સમય પામી ખરી પડે છે, તેમ જેનું શરીર તપરૂપી વેલ ઉપર પુણ્યરૂપ ફળ ઉપજાવી પોતે સમય પામી નાશ પામે છે. તથા અગ્નિ ઉપર પાણી દુધને બચાવીને પણું પોતે બળે છે તેમ જેનું શરીર અને આયુ સમાધિરૂપ પરમ ધર્મને બચાવી સંન્યાસરૂપ અગ્નિમાં બળે છે, તે શરીરધારી પુરુષને ધન્ય છે. તેનું જ શરીર અને આયુ સફળ છે.
અપવિત્ર અને દુઃખના હેતુભૂત શરીરમાં રહીને તેમજ તેનું પિષણું કરીને પણ તેથી જે વૈરાગ્યવંત આત્મા સમ્યક તપ આચરે છે તેનું કારણ ગ્રંથકાર નીચેના પ્લેકથી કહે છે –
अमी प्ररुढ वैराग्या स्तनुमप्यनुपाल्य यत् । तपस्यंति चिरं तद्धि ज्ञातं ज्ञानस्य वैभवम् ॥११६॥ ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામવા છતાં પણ દાસીન્ય વૃત્તિએ શરીરનું પાલન કરીને ચિરકાલ પર્યત તપ કરે, એ માત્ર જ્ઞાનને જ મહિમા છે.
જેનાથી જે ઉદાસ થાય, એટલે જેના પ્રત્યેથી જેની પ્રીતિ ઉતરી જાય, તે તેનું પાલન કરે, એ અસંભવિત છે. પરંતુ બુદ્ધિમાન પુરુષ શરીરનું પાલન કરવાથી પોતાનું ઈષ્ટ પ્રયજન સધાય છે, એમ જાણી જેમ પિતાનું ઈષ્ટ પ્રયોજન સાધ્ય થાય તેમ તેટલા પુરતું તેને પાળે છે, પરંતુ અંધઅનુરાગપૂર્વક અધિક પોષતો નથી. મહા મુનિ શરીરથી ઉદાસ થયા છે પરંતુ તેઓ સમજે છે કે મનુષ્ય શરીરના અસ્તિત્વમાં જ તપ બની શકે છે. તેથી તે શરીરને યથાકાળે ઉચિત આહારાદિક આપીને પણ પિતાના પ્રોજન પુરતું સંભાળે છે. શરીરના અતિ અનુરાગરત થઈ ગૃદ્ધિતાપૂર્વક અધિક પિષતા નથી. પ્રયજન પુરતું શરીરને પિષીને પણું ઘણું કાળ સુધી તપ કરવું, એ માત્ર સમ્યક જ્ઞાનને જ મહિમા છે. જ્ઞાન વિના ઉગ્ર તપ તપે તો શરીરને નાશ કરે અને બહુ તે દેવાદિ ગતિ પામે કે જ્યાં તપ સંચમ હોય નહિ, તેથી જ્ઞાની એમ કરે નહિ.