________________
(૯)
पुरश्च पुरुषार्थसिद्धिरचिरात् स्वयं 'यायिनी नरो न रमते कथं तपसि तापसंहारिणि ॥ ११४॥
અનાદિ કાળથી આત્માની પાછળ પિશાચની માફક લાગી રહેલા ક્રોધાદિ પ્રબળ વરીઓ તપના પ્રભાવથી તત્કાલ જીતી શકાય છે અને પ્રાણુને સાટે પણ ન પ્રાપ્ત થાય તેવા દુષ્માપ્ય સમ્યક ગુણે શિધ્ર પ્રગટ થાય છે. તથા ભાવિમાં મોક્ષ પુરુષાર્થની સ્વયંમેવ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે એ અનંત આતાપને શિધ્ર સંહારવાવાળા તપ વિષે કયો પુરુષ ન રમે? રમે જ વિવેકી અને કલ્યાણના પીપાસુ આત્માઓને માટે તપ એ એક આનંદદાયક ક્રીડા વન છે. ત્યાં ખેદ કે લેષ શાને હોય?
જે કાર્યથી ભાવિમાં હાનિ થાય અને વર્તમાનમાં લાભ થાય—અથવા વર્તમાનમાં હાનિ થાય પણ ભાવિમાં મહદુ લાભ થાય તેવાં કાર્યો વિષે જીવ અનુરાગશીલ થાય છે. એમ જગતવાસી જીની પ્રવૃત્તિ જોતાં પ્રગટ દેખાય છે, તે પછી વર્તમાન તેમ ભાવિ, એ બંને સ્થિતિમાં લાભ કરે એવા તપને વિષે કર્યો વિવેકી જીવ પ્રયત્નશીલ ન થાય? થાય જ. તપને પ્રત્યક્ષ ગુણ તો એ છે કે–જીવને પ્રત્યક્ષ દુઃખ દઈ રહેલા એવા અનાદિ ક્રોધાદિ વેરીને તત્કાલ અભાવ થાય છે. અને પ્રાણુ સાટે પણું જેની પ્રાપ્તિ ન થાય એવા જ્ઞાનાદિ ગુણે અથવા રિદ્ધિ સન્માનાદિ આનુષંગિક અતિશય સહેજે પ્રાપ્ત થાય છે. એ પ્રત્યક્ષ રેકડું ફળ છે, અને આગામી પુરુષ જે આત્મા તેને વાસ્તવિક અર્થ જે મક્ષ તેની સહજ પ્રાપ્તિ થાય છે. એમ અનંતર અને પરંપર બંને પ્રકારે તપને પરમ લાભદાતા સમજીને બુદ્ધિમાન મુમુક્ષુઓએ તે પ્રત્યે પ્રીતિ કરવી રોગ્ય છે. થથા–“તપરા નિર્જન =” (તત્વાર્થ સૂત્ર.) વળી તપ એ સંવર નિર્જરને સુંદર ઉપાય છે. આત્માના વાસ્તવિક સુખનું સાચું સાધન છે. કારણ આકુળતા એ જ દુઃખ છે, ઐહિક વિનાશિ પદાર્થોની વાંચ્છા એ જ આકુળતા છે. એ અનાદિ આકુળતા શમાવવા તથા અનંત સુખ સ્થાનરૂપ શુદ્ધોપગની પ્રાપ્તિ થવા શુભાશુભ ઇચ્છાઓને સમ્યક જ્ઞાને કરી નિરોધ કરે તે સમ્યક્ તપ છે. કથા –“ઋનિજોધતા ” દ્રવ્ય અને ભાવરૂપ અનાદિ કર્મ સંસ્કારોની નિર્જરા તપથી જ થાય છે. વળી દ્વાદશ પ્રકારનાં બાહ્યાવ્યંતર તપ એ ઉક્ત પરમાર્થ તપનાં સાધન છે. આત્મસ્થિત દશા સિવાય અન્ય સર્વ ભાવ અને પદાર્થો એ કેવળ દુઃખ છે એમ સમજીને પરમ નિશ્રેયસ્ આધ્યાત્મરૂપ પરમ સુખને અર્થે એ દ્વાદશ પ્રકારનાં સમ્યક તપને પરમ આદરભાવે હે જીવ! તું ધારણ કર.
૧ “યિની” એ પણ પાઠ છે.