________________
(૮૩)
कुबोधरामादिविवेष्टितैः फलम्
.. त्वयापि भूयोजननादि लक्षणम् । प्रतीहि भव्यप्रतिलोमपर्तिभि
ध्रुवंफलं प्राप्स्यसि तद्विलक्षणम् ॥ १०६॥ હે ભવ્ય! તું અજ્ઞાન અને રાગાદિપૂર્ણ વિરૂદ્ધ ચેષ્ટાઓ વડે વારંવાર જન્મ મરણાદિ ફળને પામ્યો, હવે કઈ એવીજ પ્રતીતિ કર કે જેનાથી વિપરિત પ્રવૃત્તિ કરી વિલક્ષણ ફળને તું પ્રાપ્ત થાય.
જે કારણોથી જે કળ નીપજે તેનાથી ઉલટાં કારણોથી ઉલટું ફળ થાય.” એ વાત લોકમાં પણ પ્રચલિત છે. જેમ ગરમીથી થયેલ રેગ શીપચારથી નાશ થાય છે, તું અજ્ઞાન અને અસંયમે કરીને જ જન્મ મરણદી ફળને પામ્ય, જે કારણથી એકજ વાર કઈ કાર્ય થાય ત્યાં તે કદાચ એમ પણ ભ્રમ થાય કે આ ફળ કઈ બીજા જ કારણથી થયું હેવું જોઈએ, પરંતુ સંસારી જીવને તો વારંવાર અજ્ઞાન અને અસંયમનું સેવન પ્રત્યક્ષ જણાય છે, અને તેથી જન્મ મરણુદિક દુઃખ પણ વારંવાર દેખાય છે. એટલે આ નિર્ણય કાંઈ ભ્રમ નથી. જેમ કેઈ વસ્તુ ખાવાથી તુરતજ કઈ રેગ ઉત્પન્ન થાય તે સમજવું કે-આ રોગનું કારણ તે ખાધેલી વસ્તુ છે. બીજાને તે પ્રમાણે થયું હોય, અને તને ન થયું હોય તે કદાચ ભ્રમ મનાય. પણ તું જ પિતે વિચાર કે હું કેમ પરિણમી રહ્યો છું! અને શું ફળ અનુભવી રહ્યો છું! હે ભાઈ! સ્થિર વિચાર કરતાં આ ફળ જે તને બુરું લાગતું હોય તે હાલ તું જે અજ્ઞાનાદિ ભાવે પરિણમી રહ્યો છે, તેમ પરિણમવું છેડી દે. અને એ અજ્ઞાન અને અસંયમથી ઉલટ સમ્યકજ્ઞાન, ચારિત્રનું ભકિતથી સેવન કર! કે જેથી એ જન્મ મરણાદિ ફળથી ઉલટા અવિનાશિ સુખરૂપ મોક્ષ ફળને તું પ્રાપ્ત થાય. આ કાંઈ બ્રમ નથી. સમ્યકજ્ઞાન-ચારીત્રને સેવવાવાળા આ જગતમાં બહુ થોડા છે. તેમને અનાદિ અજ્ઞાન અને અસંયમજનિત આકુળતા મટીને કઈક અંશે વાસ્તવ્ય સુખ અનુભવાય છે, તે ઉપસ્થી એ સમ્યકજ્ઞાન ચારિત્રના યથાર્થ અને પૂર્ણ સેવનથી પૂર્ણ સ્વાધીન સુખ પ્રાપ્ત થાય, એમ સ્પષ્ટ પ્રતીતિમાં આવે છે. જેમ કેઈ ઔષધીના સેવનથી રોગ ઘટતો જણાય તો એમ સ્પષ્ટ સમજાય છે કેઆજ ઔષધીના સેવનથી અવશ્ય સર્વથા રેગ મટી પૂર્ણ આરોગ્યતા પ્રાપ્ત થશે, એટલે નિશ્ચિત છે કે-સમ્યકજ્ઞાન–ચારિત્રના યથાર્થ સેવનથી સર્વ દુઃખનો ક્ષય થઈ પૂર્ણ સ્વાધિન અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે.