________________
ભિન્ન પરદ્રવ્ય જાણે છે, અને પિતાથી સ્પષ્ટ ભિન્ન એવાં પરદ્રને ત્યાગ કરતાં શોક કે ગર્વ કરે કેમ ઘટે? તેથી જ જ્ઞાની પુરુષો શેક કે ગર્વ રહિત-ત્યાગના વિકલ્પ વિના સહજ દશાએ ત્યાગ કરે છે.
વિવેકી પુરુષો જેમ લક્ષ્મી આદિને ત્યજે છે, તેમ શરીરને પણ તજે છે. એ વાત ગ્રંથકાર કહે છે –
विमृश्योच्चैर्गर्भात् प्रभृति मृतिपर्यंतमखिलम् मुधाप्येतत क्लेषाशुचिभयनिकाराघबहुलम् । "बुधैस्त्याज्यं त्यागाधदि भवति मुक्तिश्च जडधी:
स कस्त्यक्तु नालं खलजनसमायोगसदृशम् ॥१०५॥ ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિર્થક કલેશ, અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપુર હોય છે આમ વિચારી સમજુ પુરુષાએ એવા વિટંબણપૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. જે નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીરપરનું મમત્વ છેડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતું હોય, તે જગતમાં એ કેણું મૂર્ખ છે કે-જે તેના ત્યાગ ભણું પ્રમાદ કરે! શરીર એ ખરેખર દૂછ મનુષ્યના મેળાપ જેવું છે.
દુઃખ, ભય, અપવિત્રતા, આત્મહિનતા, અને પાપ એમાંનો એક અંશ પણ સત્યુ સહન કરી શકતા નથી પણ તેને છેડવા જ છે છે, સંસાર દશામાં તે એ સર્વ સંપૂર્ણ પણે અને નિરંતર વતે છે તેથી વિવેકી જનોએ એવા દુઃખ, અપવિત્રતા આદિથી ભરેલા શરીરને ખરેખર છેડવા યોગ્ય છે જેમાં જીવને કઈ પ્રકારનો લાભ ન હોય–ઉલટી પીડા હોય એને કયો મૂર્ખ છોડવા ન ઇછે? જેમ દુષ્ટ જનને જરા પણ સંબંધ દુઃખકર્તા થઈ પડે છે, તેમ આ શરીર સંબંધ પણ દુઃખદાયક સમજીને તે પરનું મમત્વ સર્વથા છેડવા યોગ્ય છે.
શરીર રાખ્યું રહે તેમ નથી. આ જગતમાં ગમે તેટલા ભગીરથ પ્રયત્ન પણ તેને કોઈ રાખી શકયા છે? હે જીવ! રાત્રી દિવસ તેજ દેહ અને દેહાથે મમત્વને લઈને તે સ્વાત્મબંધથી વંચિત રહે છે. દેહની માયા વિસારી સ્વરૂપ વિશરામી થયે જ તને વાસ્તવિક સુખના કિનારાની ઝાંખી થશે. પરિણામે તું સુખી થઈશ. માટે દેહ પ્રત્યેનું મમત્વ છોડ!
હવે રાગાદિ સર્વ વિભાવેને છેડવા ગ્રંથકાર સંબંધે છે –