________________
(૪) ગ્રંથકાર એ જ સ્વાત્મશાંતિરૂપ શાશ્વત સુખને ઈચ્છતા મુમુક્ષુને તે ફળની પ્રાપ્તીના માર્ગ ભણી પ્રેરણા કરતાં કહે છે કે –
दवादमत्यागसमाधिसंततेः पथि प्रयाहि प्रगुणं प्रयत्नवान् । नयत्यवश्यं वचसामगोचरं विकल्परं परमं किमप्यसौ ॥१०७॥
સ્વર ની કરુણું તે દયા, ઈદ્રિય અને મનને નિરોધ તે દમ, પરિગ્રહને છાંડવે તે ત્યાગ અને વીતરાગ દશારૂપ પરિણામ સુખમાં નિમગ્નતા તે સમાધિ. એ દયા, દમ, ત્યાગ અને સમાધિરૂપ સન્માર્ગ વિષે તું યત્નપૂર્વક અને નિષ્કપટ પરિણામે પ્રવર્ત. એ પવિત્ર માર્ગ તને અનિર્વચનીય અને નિર્વિકલપ શુદ્ધ ચૈતન્યપદને વિષે સ્થાપન કરશે કે જે પદ તારા શાશ્વત્ અવિચ્છિન્ન સુખની પરિસીમા છે.
જેમ કેઈ મનુષ્ય પિતાને ઈષ્ટ નગરના ખરેખરા માર્ગને વિષે સીધે ચાલ્યા જાય તો તે પિતાને ઈષ્ટ નગરે અવશ્ય પહોંચશે. તેમ સમ્યકૂજ્ઞાન ગર્ભિત દયા, દમ, ત્યાગ, અને સમાધિ આદિ સત્ય મેક્ષમાગે નિષ્કપટપણે પ્રવર્તે તે ખચીત યથાખ્યાત ચારિત્રદશા પ્રગટીને મુક્તદશાને પ્રાપ્ત થાય એ નિશ્ચય છે. “હું સાધન કરું—પણ સિદ્ધિ પ્રાપ્ત ન થાય તે!” એવા શ્રમથી તું મોક્ષમાર્ગથી શિથિલ ન થા! એ સત્ય સાધનાથી તને અયશ્ય યથેષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થશે–અરે તું પિતે જ તે સિદ્ધિ સ્વરૂપ બનીશ તારે અને તને વાંછિત સિદ્ધિ પ્રત્યેને વર્તમાન ભેદ સર્વથા મટી જશે અને તું પરમાનંદમય બનીશ. વિશેષ શું કહું!
વિવેકપૂર્વક પરિગ્રહ ત્યાગરૂપ સન્માર્ગ જીવને અવશ્ય મુક્ત દશા પ્રાપ્ત કરાવે છે, એમ ગ્રંથકાર કહે છે –
_ विज्ञाननिहतमोहं कुटीप्रवेशो विशुद्धकायमिव । - ત્યાં નિકાળrખવામનરામ સુહ ૨૦૮
જેમ પવન સાધન વિષે કુટીપ્રવેશ નામની યોગક્રિયા છે, તેમ સમ્યકજ્ઞાનરૂપ તીક્ષ્ણ ધારા વડે જેમણે મેહને નાશ કર્યો છે, અને જેમના શરીરાદિ રોગ વિશુદ્ધ વતે છે, તેવા જેને પરિગ્રહ ત્યાગ અવશ્ય તેમને અજર અમર બનાવે છે.
હેય, ય, અને ઉપાદેય બુદ્ધિરૂપ તીક્ષણ ભેદ વિજ્ઞાન વડે મેહનો નાશ કરે એજ સમ્યકજ્ઞાનગર્ભિત સમ્યક્દર્શન છે. તે સાથે બાહાત્યંતર પરિગ્રહને ત્યાગ થવેને સમ્યક્ ચારિત્ર છે. એ ત્રણે રત્નોનો આત્માથી અનન્ય ભાવે અંગિકાર થવે એ જ સાક્ષાત મોક્ષમાર્ગ છે. એવા અપૂર્વ