________________
રાગી એને ત્યાગ કરવાથી દુઃખ થાય છે, અને દુઃખ સહવું એ એમને મન અતિ કઠણ છે. તેથી તેવા સરાગી જીવે ત્યાગ કરે છે તે આશ્ચર્યયુક્ત છે, પણ વૈરાગ્ય સમેત ચિત્તવાળા પુરુષને ત્યાગ કરે એમાં કાંઈ ખેદ થતું નથી. એમને મન તે એ ત્યાગ સહજ અને ઉલટે સુખાવહ થાય છે, અને સુખને કશું નથી ઈચ્છતું? તેમને ત્યાગ કંઈ આશ્ચર્યયુક્ત નથી. જેમ કે મનુષ્ય ભેજન કર્યા પછી તેને એમ સમજાયું કે આ ભેજનથી મારો પ્રાણુ જશે, વા રેગ થશે, તે તે મનુષ્ય ગમે તે ઉપાય કરીને પણ તે જમેલા ભેજનનું વમન કરે છે. તેમ પ્રાપ્ત વિષયોમાં પણ એમ સમજાયું કે–આ વિષયાદિના સેવનથી મારું ખરેખર અનિષ્ટ થશે, આત્મા દિન-પ્રતિદિન રંક બનતે જઈ સ્વવીથી લુંટાઈ ભાવ મરણને પામશે, સ્વાધીનતાનો નાશ થશેપરાધીનતા વૃદ્ધિ પામશે-આત્મજાગ્રતી હણશે–નષ્ટ થશે, તેવી સમ્યક સમજણ ભરી ઉદાસીનતા થયે બનતા હરેક ઉપાય કરીને પણ તે લક્ષમી-વિષયાદિને સમ્યક્ પ્રકારે ત્યાગ કરે છે, અને એમાં કાંઈ આશ્ચર્ય પણ નથી.
હવે એ લમી આદિને છોડતાં જુદી જુદી પ્રકૃતિવાળા જીવે શું કરે છે તે કહે છે –
બિ ચબન જાતો વિમર્થ સાત્વિકતા | करोति तत्वविञ्चित्रं न शोकं न च विस्मयम् ॥१४॥ મૂખ અને પરાક્રમ રહિત નેહી પુરુષો વશે કે કવશે એ લક્ષમીને ત્યાગ કરતાં થતાં અતિ શેક કરે છે-ઝુરે છે, અને પરાક્રમશીલ સાત્વિક પુરુષો વિસ્મય પામે છે, ત્યારે તત્ત્વજ્ઞાની પુરુષો તે લક્ષ્મી આદિને ત્યાગ કરતાં શેક કે વિરમય પામતા નથી–એજ પરમ આશ્ચર્ય છે.
સંસારી જીને ધનાદિને ત્યાગ કરતાં કે થતાં બે પ્રકારના ભાવ થાય છે. જે પરાક્રમ રહિત મોહી જીવે છે તેમને કેઈ કારણવશાત્ તે ધનાદિને વિગ થાય છે ત્યારે તેઓ શેકથી અત્યંત પીડાય છે.–
અરેરે! આ કાર્ય શાથી થયું કે જેથી આ મારી પ્રિય લક્ષમી ગઈ” એમ તેઓ અત્યંત ઉદ્વેગ કર્યા કરે છે, તથા પરાક્રમશીલ પુરુષોને કઈ કારણથી વા પિતાના ઉત્સાહથી તે ધનાદિનો ત્યાગ થાય છે, ત્યારે તેમના અંતરમાં વિસ્મય થાય છે, પરંતુ તત્ત્વજ્ઞાની આત્માઓને એ લક્ષમી આદિને ત્યાગ કરતાં શોક કે વિસ્મય એમાંનું કંઈ પણ થતું નથી. કારણ તેઓ તે ધનાદિ પદાર્થોને વિષે સ્વપણું માનતા જ નથી. સ્પષ્ટ