________________
(૬) શરીરાદિ પર વસ્તુથી વૈરાગ્ય ઉપજાવી ધર્મ અને અધર્મ માને નિષ્કામપણે પ્રતિબદ્ધતા એવા મુનિજનો કે જેઓની પ્રવૃત્તિ માત્ર સ્વપર ઉપકારપણે સહજપણે પ્રવર્તિ રહી છે તેમની સર્વોત્કૃષ્ટ દશાને છે જીવ! તું જો!
शरीरेस्मिन सर्वाशुचिनि बहुदुःखेपि निवसन् व्यरंसीनो नैव प्रथयति जनः प्रीतिमधिकाम् । इमां दृष्ट्वाप्यस्माद्विरमयितुमेनं च यतते यतिांताख्यानैः परहितरतिं पश्य महतः ॥९७॥
અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક તીવ્ર દુઃખ જેમાં નિરંતર રહ્યાં છે, એવા મહા અપવિત્ર શરીરમાં વસી રહેલે આ જીવ શરીરથી જરાય વિરક્ત થતું નથી, પરંતુ ઉલટે તે શરીર પ્રત્યે અધિકાધિક રાગ વિસ્તારે છે તેમને મુનિજનો સારભૂત બેધ આપી શરીરથી વિરક્ત થવાનો યત્ન કરે છે, એવા મહા મુનિજનોની પરહિત ભણુ સદાદિત સમ્યક અનુરાગશીલતા તે તું !
જેથી આપણને બીજાઓ ભલે માને અને જેમાં આપણે મનોકલ્પીત અભિપ્રાય પણ સાધ્ય થતું હોય એ ભળતે જ બંધ આપવાવાળા તે જગતમાં ઘણું છે, પરંતુ શરીરને અપવિત્ર અને પરમ દુઃખનું કારણ પ્રત્યક્ષ જેવા છતાં પણ જે છે તેથી વિરક્ત થતા નથી, પરંતુ તે પ્રત્યે અતિ અતિ પ્રીતિ કરે છે, તેવા બહિદી જીવેને જેમ આસક્તિથી દિપકની જ્વાળામાં પડતા પતંગને કઈ દયાવાન સજજન બચાવે તેમ મેહ કપમાં પડતા બચાવી લેવાને સમ્યક ધર્મોપદેશ આપી શરીરથી વિરક્ત કરે તેવા પરહિતકારક વિશુદ્ધ માર્ગ ઉપદેષ્ટા કઈ વિરલ જ હોય છે. મહાપુરુષોનો એ બધ પ્રથમ કદાચ શ્રોતાને કટુક લાગે, તે પણ તેઓ જાણે છે કે-આ આત્મા અજ્ઞાનથી શરીરના રાગે ઘણે દુઃખી થશે, એમ ચિંતવી દયાથી ભીંજાએલ અંતઃકરણે શ્રોતાને સુખાવહ સમ્યક્ બોધ આપ્યા જ કરે છે. બાકી તેઓને અન્ય કઈ પ્રકારની સ્પૃહા નથી. એ મહાપુરુષોની કરુણું તે જુઓ! કેવું અચિંતનીય કરુણાળપણું!
इत्थं तथेति बहुना किमुदीरितेन भूयस्त्वयैव ननु जन्मनि भुक्तमुक्तम् । एतावदेव कथितं तव संकलय्य सर्वापदां पदमिदं जननं जनानाम् ॥९८॥