________________
(૭૭) હે જીવ! આમ છે, અને તેમ છે, એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતાં તે આવાં શરીર તે અનંતજાર મેળવ્યાં અને છેડયાં–ટુંકામાં એટલું જ કહેવાનું કે-જીવને શરીર એ જ સર્વ આપત્તિનું સ્થાન છે.
અનેક પ્રકારે દષ્ટાંત અને દાષ્ટાંતાદિ દ્વારા ઘણું ઘણું કહેવા છતાં તને તેની કંઈપણ અસર ન થઈ તેથી હવે તેને ઘણું કહેવું નિષ્ફળ છે. આ અનાદિ અનંત સંસાર વાસમાં પરિભ્રમણ કરતાં એકને છી બીજું અને બીજાંને છેડી ત્રીજું એમ ઉત્તરોત્તર અનંત શરીરે શરીરના રાગે ગ્રહો અને છોડ્યાં; છતાં હજુ સુધી તે પ્રત્યેની તારી મૂછ નિવૃત્ત થઈ નહિ. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે-જન્મ, મરણ, ક્ષુધા, તૃષા અને રોગ આદિ સર્વ ભયંકર આપત્તિનું સ્થાન એ શરીર જ છે. તેથી સર્વથા વિરક્ત થઈ કે એ ઉપાય કરે અવશ્યક છે કે–જેથી જીવને અનંત દુઃખની ખાણુરૂપ શરીરની જ ફરી પ્રાપ્તિ ન થાય.
अन्तर्वातं वदन विवरे क्षुतुषार्गः प्रतीच्छन् कर्मायत्तः सुचिरमुदरावस्करे वृद्धगृध्दया । निष्पन्दात्मा कृमिसहचरो जन्मनि क्लेशभीतो मन्ये जन्मिन्नपि च मरणात्तनिमित्ताद्विमेषि ॥ ९९ ॥
હે પ્રાણી! વિષ્ટાના સ્થાનરૂપ માતાના ઉદરમાં માતાનું ખાધેલ ઉચ્છિષ્ટ નિંદ્ય અન્નમાંનું “કેઈ બુંદ મારા મુખમાં ક્યારે પડે'' એવી તીવ્ર ચાહનામાં ને ચાહનામાં ઘણું કાળ સુધી મુખ ફાડીને તું રહ્યો. વળી ઉદરનું ક્ષેત્ર અતિ સાંકડુ હોવાથી હલન ચલન રહિતપણે સુધા તૃષાથી તે ઘણે કદથત થયા. કૃમી અને બીજા એવા સૂક્ષ્મ જીવે ત્યાં તારા સાથી હતા. કેઈ મહાન અંધકારમય પર્વતની વિષમ કંદરા કરતાં પણુ મહા ભયંકર એવા એ ગર્ભાશય ક્ષેત્રમાં લગભગ નવ માસ જેટલા લાંબા વખત સુધી તું વસ્ય-કે જ્યાં હવા નહિ, પ્રકાશ નહિ, મેકળાશ નહિ, અને એગ્ય ખેરાક પાણું પણું નહિ. હું તે એમ સમજું છું કે-એ ગર્ભવાસનાં ભયંકર વિષમ દુખેથી અતિ કાયર થઈને ભાવી જન્મના કારણુરૂપ એવા આગામી મરણુથી તું વારંવાર ડરે છે. નર્માદિકમાં શરીર સંબંધને લઈને જે દુખ પ્રાપ્ત થાય છે તે તે દૂર છે પણ આ વર્તમાન ઉત્તમ મનુષ્ય પર્યાય ગ્રહણ કરતાં ગર્ભાવસ્થામાં હે જીવ! તું કેવા ભયંકર દુઃખને પામ્યું છે, તે તે વિચાર! મરણું થયા પછી નવીન શરીર ધારણ કરવું જ પડશેઅને ગર્ભ વિના જન્મ