________________
(e)
થઈ ચાવન અવસ્થામાં જ પ્રવજ્યા ધારણ કરી દુર તપાદિ આચરી એવા થાય છે કે–જેને તપેાવનમાં હિરણ જેવાં ચંચળ દૃષ્ટિવંત પ્રાણીયો અર્ધ જળેલા કાષ્ટના ઠુંઠા સમાન અવલેાકી પોતાના અંગની ખાજ મટાડવા પેાતાનું અંગ તેના અંગને ઘસે છે. ધન્ય છે તે માનવ આત્માને! તે જ મનુષ્ય જડ ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજ્યું છે કે—જે આત્મ શ્રદ્ધાના અપૂર્વ બળ વડે પોતાની આત્મ-પરિણતી અને બાહ્ય શરીરાઢિ યેાગને અવંચક ભાવે સ્થિર પરિણુમાવી શકયો છે. સ`સાર પક્ષે પરમ સુખી શ્રી તીર્થંકર ચક્રવર્તિ આદિપણું જગત અને કાયાના સ્વરૂપથી સભ્યપ્રકારે સવેગ વૈરાગ્યાદિ પામી ગૃહવાસ છેાડી પ્રવાઁ ધારણ કરી નિજ આત્મપરિણતીમાં મેરૂવત્ નિશ્ચલ થયા. શ્રી બાહુબળ આદિ મહાપુરુષોના શરીર ઉપર વેલા લપટાઈ ગઇ, શ્રી સુકુમાલ આદિ રાજપુત્રા કે જેઓને ગૃહવાસમાં અતિ કામલ સરશવના દાણા ખુંચતા હતા, તેવા સુકેામળ શરીરધારી મહાત્માને શિયાળ પોતાના બચ્ચાં સહિત ત્રણ ત્રણ દિવસ સુધી ચુંથી ચુથીને ખાધા તાપણુ જેએ નિજ આત્મપરિણતીમાં અડાલ મેરૂવત્ નિષ્કપ પ્રવર્ત્યા-ધન્ય છે તેવા અપૂર્વ અવસર પ્રાપ્ત મહાપુરુષોને.
એજ વાત શ્રી આચાય દૃઢ કરે છેઃ— बाल्ये वेत्सि न किंचिदप्यपरिपुर्णाङ्गो हितं वाहितं कामान्धः खलु कामिनीद्रमघने भ्राम्यन्वने यौवने ।
मध्ये वृद्धतृषार्जितुं वसुपशुः क्लिश्नासि कृष्यादिभि - वृद्धो वार्धमृतः क्व जन्मफलिते धर्मो भवेन्निर्मलः ॥ ८९ ॥
વિકાસવાળા અંગેાપાંગના અભાવથી માળ અવસ્થા વિષે હે જીવ! તું કાંઈ પણ હિત કે અહિત સમજી શકયો નહિ. વળી યાવન અવસ્થામાં સ્ત્રીરૂપ વૃક્ષાના વિસ્તિણું સઘન વનમાં જ્યાં ત્યાં કામરૂપ મનુથી અધ થઈ ઘેલાની માફ્ક ભમ્યા, પ્રૌઢ (મધ્યમ) અવસ્થામાં પરિગ્રહની અતિ તૃષ્ણારૂપ સદંશથી ધનાદિ ઉપાર્જન કરવા નિમિત્તે કૃષી કર્માદિ અતિ ભાર વહન કરી અતિ કલેષને પામ્યા તથા વૃદ્ધાવસ્થામાં અ મૃતક જેવી દશાને પ્રાપ્ત થઈ રહ્યો એમ આખી મનુષ્ય છંગી નિષ્ફળપણે પૂર્ણ કરી. કહેા હવે ધર્મસાધન કે સ્વાત્મવિચાર જીવ કયા સમયે કરી શકે?
સપર્યાયમાં માત્ર એક મનુષ્ય પર્યાય ધમ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે–મેાસમ છે. અને તે ધમ પ્રાપ્તિપણાથી જ તેની સફળતા છે.