________________
વિલય પામી જાય એવા ચંચળ છે, છતાં એવા એ વિષય ભેગાદિમાં શું રતિ (પ્રીતિ) કરવી? ' વિષય ભેગાદિના રાગી અને મુગ્ધ જી નિરર્થક પાપબંધ કરી નકાદિ ભયંકર દુઃખના પાત્ર બને છે. અહો! વ્યસન મુગ્ધ બનેલા અને પિતાના હિતનું પણ ભાન નથી! આસક્તતામાં વૃદ્ધ બની પહેલાં તે તેઓ નિર્વિચારપણે વિષયરૂપ ભયંકર અગ્નિમાં ઝુકાવે છે, પણ જ્યારે પરિપાક કાળે તેને ઉચિત ફળ આવે છે ત્યારે અત્યંત દુઃખી થાય છે. હે જીવ! એ વિષયાદિ ભાવમાં તારી બુદ્ધિ રમી રહી છે, પરંતુ તે નિશ્ચિત માન કે એ તારા સુખનાં સાધન નથી. એ વિષયાદિ સુખ કેવાં છે –
सपरं बाधा सहियं विच्छीणं बंधकारणं विसमं । नं इंदिएहि लढू, तं सोक्खं दुःखमेव तहा ॥
સર્વ ઇંદ્રિય વિષય સુખે પરાધીન, બાધા સહિત, વિનાશિ, બંધનાં કારણ અને સર્વ દેશકાળમાં એક સરખાં નહિ રહેવાવાળાં એવાં વિષમ છે. તેથી એ સુખે સુખ નહિ પણ વાસ્તવિક દુઃખ જ છે. (પ્રવચનસાર ગા. ૭૬)
જે સુખ સ્વાધીન, આત્માને અબાધક, અવિનાશિ, અપ્રતિબંધરૂપ, અને એક સરખું ધારા પ્રવાહરૂપ હોય તે જ ખરેખર સુખ છે. અન્યત્ર સર્વ સુખાભાસ છે. ઇંદ્રિયજન્ય વિષયાદિ સુખમાં જીવને અનંત કાળના અધ્યાસ કરીને સુખની કલ્પના થાય છે. અને એ જ અનંત જન્મ મરણાદિ ભવ પરિભ્રમણના હેતુરૂપ અનાદિની જીવની બ્રાંતિ છે. નિરાકુળ, નિર્મળ અને સ્વાધીન સુખનો એક સમય પણ દેવરાજ ઈંદ્રની આખી આયુષ્યના સર્વ સમય કરતાં અત્યંત મૂલ્યવાન અને વંધ છે, એમ પૂર્વ મહાપુરુષે કહે છે. કેઈ તથારૂપ દશાવાન મહપુરુષના જગ અને સંગ વિના તથા જડથી ઓસરી કંઈક જીવ સન્મુખ વાસ્તવિક દષ્ટિ થયા વિના. એ વાતની જીવને સુપ્રતીતિ આવતી નથી.
ભાઈ! સંસારની કઈ એકાદ વિષયજન્ય ઇચ્છાની તૃપ્તિથી ઉત્પન્ન થતા સુખ (સુખ નહિ પણ સુખાભાસ) કરતાં અનંત અતૃપ્ત ઈચ્છાઓનું ભયંકર દુખ જીવ પ્રતિપળ અનુભવે છે, અને તે દુઃખે નિરંતર ભયાકુળ છે. પરંતુ ઇંદ્રિય વિષય લુબ્ધતા આડે જીવને વસ્તુ વિચાર ભણી અવકાશ જ નથી, અને તેથી જ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ જીવને પરમ દુર્લભ થઈ પડી છે.