________________
હે જીવ! ચિતામણિથી પણ અત્યંત મુલ્યવાન એવા આ મનુષ્ય પર્યાયનો ત્યારે સમય પરપ્રવૃત્તિ અને પરસ્થામાં વહ્યો જાય છે. વૃદ્ધાવસ્થામાં મન અને ઇંદ્રિયોના શિથિલપણુમાં તું શું કરી શકીશ? બાળ અને વૃદ્ધાવસ્થામાં ધર્મ પ્રાપ્ત કરે પ્રાયે તારે વશ નથી. પણ હે ભવ્ય! ૌવન અને ઐઢાવસ્થામાં તે કંઈક ધન-સ્ત્રી કુટુંબાદિથી રાગને મંદ કરી વાસ્તવ્ય ધર્મને પ્રાપ્ત કર ! તેમાં જ માનવ જીવનની સફળતા છેશોભા છે.
હે જીવ! એ ત્રણે અવસ્થામાં કર્માધિનપણે રહેવું એ તને યોગ્ય નથી. बारयेऽस्मिन् यदनेन ते विरचितं स्मर्तुं च तन्नोचितम् मध्येचापि धनार्जनन्यतिकरैस्तन्नार्पितं यत्त्वयि । वार्द्धक्येप्यभिभूय दन्तदसनाद्यान्चेष्टीतं निष्ठुरं पश्याद्यापि विधेर्वशेन चलितुं वांच्छस्यहो दुर्मते ॥९॥
બાલ્યાવસ્થામાં પૂર્વ કમેં તારું જે બુરું કર્યું હતું તે તે યાદ કરવા ચોગ્ય પણ નથી. મધ્યમ વયમાં ધન ઉપાર્જન કરવાના બહાના હેઠળ એ કર્મોએ તને એવું એક પણ દુઃખ આપવું બાકી રાખ્યું નથી અને વૃદ્ધાવસ્થામાં તારી મહત્તા ઘટાડીને દંત તોડવા આદિ કર્મોએ કરેલી કઠોર ચેષ્ટા તે અનુભવી છે. છતાં હે દુર્બુદ્ધિ જીવ! અધ થઈ હજુ પણ તું એ કર્મોના વશ રહેવા ઈચ્છે છે?
લેકનો એક સામાન્ય સ્વભાવ છે કે-કઈ એકવાર બુરું કરે તેને તેઓ વેરી સમજે છે; તેના આધીન રહેવું કેઈને ગમતું પણ નથી. પણ આ દુષ્ટ કર્મોએ તે અનાદિ કાળથી તને અતિ અતિ હેરાન કર્યો છે. એ વાત કદાપિ તને યાદ ન હોય તે તું આ વર્તમાન મનુષ્ય પર્યાય તરફ જરા દીર્ઘદ્રષ્ટિપૂર્વક જોઈ જા. બાળ અવસ્થામાં તે ગર્ભ– જન્મ-શરીરવૃદ્ધિ આદિ દશાઓ પ્રવર્તાવી એ કર્મોએ તને અતિ અતિ હેરાન કર્યો-મધ્યમ અવસ્થામાં ધનોપાર્જન આદિ ક્રિયાઓ નિમિત્ત, અને વૃદ્ધાવસ્થામાં તારા દાંત તોડવા આદિએ કરીને તેને અતિ અતિ અપમાનીત કાર્યો નિમિત્તે હેરાન હેરાન-દુઃખી દુઃખી કરવામાં એ કર્મોએ કાંઈ પણ મણું રાખી નથી. પ્રત્યક્ષ પણ એ દુઃખે તે અનુભવી રહ્યો છું, છતાં પણ હજુ એ જ કર્મોને આધીન રહેવું તું ઈચ્છે છે! તેના નાશ ભણું તારી કિંચિત્ પણ પ્રવૃત્તિ નથી એ જોઈ સખેદ આશ્ચર્ય થાય છે. ભાઈ ! આ તારી પુરુષાર્થહિનતા ભવિષ્યમાં તને અત્યંત દુઃખી કરશે.