________________
(૫૭) .
જીવને આ શ્વાસેાશ્વાસ પણ દુઃખરૂપ છે તે અન્ય સુખરૂપ કયાંથી થશે ?
उच्छ्वासखेदजन्यत्वादुःखमेवात्र जीवितम् ।
तद्विरामे भवेन्मृत्युर्नृणां भण कुतः सुखम् ॥ ७३ ॥
જેનાથી જીવાય છે એવા જે ઉશ્વાસ તે પણ જ્યારે ખેદપૂર્ણાંક ઉત્પન્ન થાય છે, અને તેના અભાવમાં તુરત મરણ થાય છે, તે પછી કહેા તા ખરા કે—પ્રાણીયાને સુખ કયાં છે ?
જ્યાં ખેદ છે ત્યાં સુખ નથી. અને શ્વાસ તેા ખેદપૂર્વક ઉપજે છે, વળી તે શ્વાસેાશ્વાસ વર્તે છે ત્યાં સુધી જીવન છે. પણ જ્યારે શ્વાસેશ્વાસ જ આમ દુઃખરૂપ છે તેા પછી જીવનમાં સુખ કયાંથી અને શાથી શ્વાસેાશ્વાસ અધ પડે મરણ થાય છે તે પછી સુખ કાને ભાઇ ! પ્રથમ તેા, સંબંધ જ દુઃખનું કારણ છે, એથી આ વાત સુનિશ્ચિત છે કે—દેહના નેહુ છેાડી વીતરાગભાવ પ્રાપ્ત થયે જ વાસ્તવિક સુખ છે. આમ હોવાથી સુખના અર્થે સુખાભિલાષી મુમુક્ષુએ માત્ર એક વીતરાગભાવ અંગિકાર કરવા એ જ ઈષ્ટ છે.
જન્મ મરણની વચ્ચે વતું જીવનું જીવન કેટલા કાળ ટકે છે ? એ વાત ગ્રંથકાર સ્વય' કહે છેઃ—
जन्मतालमाज्जन्तु फलानि प्रच्युतान्यधः ।
अप्राप्य मृत्युभूभागमन्तरे स्युः किश्विरम् ॥ ७४ ॥
જન્મરૂપ તાડના વૃક્ષથી જીવરૂપ કૂળ પડતાં પડતાં જ્યાં સુધી નીચે મૃત્યુરૂપ ભૂમિકા સુધી ન પહેાંચે ત્યાં સુધી અંતરાલ સમયવીજ જીવનું જીવન છે.
તાડના વૃક્ષથી તુટેલું ફળ નીચે પૃથ્વી ઉપર પડવા માંડયા પછી વચ્ચે કયાં સુધી રહે? તેમ જન્મ થયા પછીનું જીવન આયુસ્થિતિમાં કયાં સુધી રહે બહુજ અલ્પકાળ, અને તે પણ અનિયત. તેથી હું લભ્ય ! આ ધૈહાર્દિને આમ ક્ષણભંગુર જાણીને વાસ્તવિક અવિનાશિપતું સાધન ખીજા બધાં કાર્યાંને જતાં કરીને પણ ત્વરાએ કરી લેવું એ જ સુચેાગ્ય છે. કારણુ જીવન સમય બહુ સાંકડા છે. કવિવર બનારસીદાસ પણ કહે છે કેઃ—