________________
રસાદઅનુષ્ઠાન વિષે લગાવ. અને સંપૂર્ણ આયુ પર્યત નિજ શુદ્ધ સ્વભાવ ધર્મની વૃદ્ધિ કરી અવિનાશી પદરૂપ પરમ નિઃશ્રેયને પ્રાપ્ત થા. આ અ૯૫ આયુષ્ય અને ચંચળ કાયાને એ માર્ગમાં ખપાવી દેતાં જે પરમ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિયસની પ્રાપ્તિ થતી હોય તો તેને ફેટી કેડીને બદલામાં ચિંતામણું રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્ર–અને તપ એ ચાર આરાધનાની ઉત્તરેત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ જાય છે, તેટલું તારૂ સફળ આયુષ્ય છે, એમ સમજ.
હવે આયુની વિનશ્વરતા દર્શાવે છે – गतुमुच्छ्वासनिःश्वासैरभ्यस्यत्येष संततम् । लोकः पृथगितो वांच्छत्यात्मानमजरामरम् ।। ७१ ॥ गलत्यायुः प्रायः प्रकटितघटीयंत्रसलिलं खलः कायोप्यायुगतिमनुपतत्येष सततम् । किमस्यान्यैरन्ययमयमिदं जीवितमिह स्थितो भ्रान्त्या नावि स्वमिव मनुते स्थास्नुमपधीः ॥७२॥
એ આયુષ્ય શ્વાસ લેવાના બહાને નિરંતર ગમન કરવાનો જ (નાશ પામવાનો જ ) અભ્યાસ કરી રહ્યું છે, છતાં અજ્ઞાની મૂઢ જીવ પિતે અજર અમર હોવાનો અભિલાષી બની રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે. વળી અહટ યંત્રની ઘડીના જળની માફક એ આયુ ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. તેની સાથે કાયાની પણ ક્ષીણતા થતી જાય છે. કાયા એ આયુની સહચરી (સાહેલી) છે. હે ભાઈ! જીવનાં જે અત્યંત નિકટ પ્રદેશી છે એવાં એ આયુ અને કાયાદિની આ સ્થિતિ છે, તો પછી તેથી દૂર એવાં પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, અને સ્વજનાદિની સ્થિરતા માટે કહેવું જ શું? જેમ કેઈ મનુષ્ય નાવમાં બેઠે છતાં બ્રાંતિથી પિતાને સ્થિર માની રહ્યો છે, તેમ બુદ્ધિહિન મૂખે બહિરાત્મા પોતે પિતાને સ્થિરપણે જુવે છે. જીવનનાં મૂળ કારણ આયુ અને શરીરની સ્થિતિ કેવળ ક્ષણભંગુર છે, એમ જાણું વિવેકી પુરુષ એ નશ્વર આયુ અને શરીર પ્રત્યેનું મમત્વ છોડી અવિનાશી અને કેવળ સુખરૂપ પદાર્થ ઉપર પ્રેમ જોડે છે. જે પુરુષ આયુષ્ય અને કાયા કે જે જીવના અત્યંત નજીકપણે વર્તે છે તેપરથી મમત્વ તજે છે, તે વિવેકી પુરુષ જીવથી પ્રગટ - ભિન્ન એવાં ધન, સ્ત્રી, પુત્ર અને સ્વજનાદિ ઉપર તે મમત્વ કેમ કરે?