________________
(૫૫) થતાં માત્ર સંસાર વૃદ્ધિ અથે પ્રવર્તે છે. મુનિજનોની અલૌકીક આત્મવૃત્તિ કેઈ અ૯૫ તપનું ફળ નથી પરંતુ પૂર્વના કેઈ મહાન ઉત્તમ તપની અનુસંધિ છે.
કોઈ કહેશે કે ધર્મના સાધનભૂત શરીરને યત્નથી રાખવું એ જ ઉચિત છે. તેને શ્રી ગુરુ સમજાવે છે કે –
उपाय कोटीदरखे स्वतस्तत इतोऽन्यतः । सर्वतः पतनःपाये काये कोऽयं तवाग्रहः ॥ ६९॥ अवश्यं नश्वरैरेभिरायुः कायादिभिर्यदि । शाश्वतं पदमायाति सुधायातमवेहि ते ॥ ७॥ હે પ્રાણી! તને આ શરીર ઉપર આટલે બધે શે હઠાગ્રહ છે કે હું તેની રક્ષા કરું–રક્ષા કરું ” એની એ વાત વારંવાર કઈને કઈ પ્રકારાંતર કરીને પણ તું સિદ્ધ કરવા મથે છે? પરંતુ ભાઈ! તું નિશ્ચય સમજ કે-શરીર એ સર્વ પ્રકારથી પ્રતિસમય નાશ થવા સન્મુખ છે. કેટીગમે ઉપાય કરતાં પણ તે રાખ્યું ન રહે તેવું છે. આયુષ્ય અને કાય આદિ અવશ્ય વિનશ્વર છે. અસાર, નશ્વર, અને કેવળ દુઃખના જ હેતુભૂત એ શરીરની મમતા તજવાથી જે વાસ્તવિક અવિનાશિ શાંત પદ પ્રાપ્ત થાય, એ જ તને આ અમૂલ્ય માનવ જીંદગીમાં કર્તવ્ય છે. | હે જીવ! તું એવી તે શી હઠ કરી રહ્યો છે કે-“આ શરીર મારું છે” અને “હું તેની રક્ષા કરૂં”–ભાઈ! એ શરીર કેઈ ઉપાયથી પણું રાખ્યું ન રહે તેવું છે, જેમ ડાભની અણી ઉપર કરેલું જળબિંદુ સહેજમાં ખરી પડે છે, તેમ આ શરીરની સ્થિતિ છે. અર્થાત તે પિતાથી વા બીજા પ્રકારથી રાખ્યું ન રહે તેવું છે, અર્થાત્ નાશવાન છે. પ્રતિસમય નાશ થવા સન્મુખ જેની ગતિ છે, જેનું સર્વથી ઉત્કૃષ્ટ આય ગણાય છે, એવા દેવ, નારકીઓનું તેત્રીસ તેત્રીસ સાગરોપમનું મહાન આયુષ્ય પણ ખપી જાય છે, તે પછી અલ્પ આયુષ્યના ધણી એવા મનુષ્ય તિર્યંચાદિ પ્રાણુના શરીરની સ્થિરતાનું તો કહેવું જ શું? દે અને શ્રીતિર્થકારાદિનાં નિરેગ અને નિકાચિત આયુબવાળ મનોહર શરીરે પણ નશ્વર છે, તે બીજા મંદપુણ્ય પ્રાણીના શરીરની વાતજ શી કરવી ખચીત નિશ્ચિત છે કે-આયના અંતે શરીર કેઈ ઉપાયથી પણ નહિ જ ટકે. તે હે ભાઈ ! આયુ અને દેહનું મમત્વ છોડી તારા પિતાના અવિનાશી સ્વરૂપનું ધ્યાન કર, પ્રતિસમય તેનો ખ્યાલ કર. એ બધી પરકથા છેડીને દેહને તપ સંયમાદિનિજ આત્મભાવ પ્રકાશક