________________
(૫૩) તેઓની ભેગ અભિલાષા બ્રહ્માંડ પ્રમાણ અને ભેગ શક્તિ કિંચિત હેવાથી દુઃખ અને દીનતા જ અભyવે છે. કદાચ કોઈ દેશ કાળના યોગથી તેમની ઈચ્છિત અભિલાષાઓ કવચિત પૂર્ણ થાય, પણ ઘણે ભાગ તો અપૂર્ણ જ રહે. વાસ્તવ્યમાં તેમની ઈચ્છિત અભિલાષાઓની સંપૂર્ણતા કેઈ કાળે પણ થતી નથી. એ આશારૂપ અગ્નિના બન્યા તેઓ પણ બિચારા દીન જ છે. પરંતુ લાભ અલાભ–સ નિરસ– શાતા અશાતા–એ સર્વ જેના અભિપ્રાયમાં સમાન છે, એવા એ મુનિજને જ માત્ર દીનતા રહિત છે. તેમને મુનિજનોના સંગમાં નિરંતર વસવા જે બીજો કોઈ ઉત્કૃષ્ટ લાભ નથી. ગૃહનો સંગ એ તેમના મન એક કુસંગ છે. તેમાં પણ સર્વથી માટે કુસંગ તો સ્ત્રીની સંગતિ છે, કે જેથી કામ ક્રોધાદિ દુઃખદ ભાવે જન્મ પામે છે, એ કામ ક્રોધાદિ ભાવેને નષ્ટ કરવાને અનન્ય ઉપાય માત્ર એક મુનિજનોની ભક્તિપૂર્વક સંગતિ છે. જગવાસી સંસારી જીવ સંસાર વૃદ્ધિના અભ્યાસમાં નિરંતર લાગી રહ્યા છે, ત્યારે એ મહાનુભાવ મહાપુરુષો શ્રુત વિચાર અને આત્મ વિચારમાં નિમગ્ન છે. જે વિતરાગપ્રણીત શાસ્ત્રાભ્યાસનું પરમ ફળ સ્વાત્મશાંતિરૂપ પરમ સુખ છે; પણ કોણ જાણે આ લેક એ જ શાસ્ત્રાભ્યાસથી મૂઢતા અને મદેન્મત્તતાને કેમ પામતા હશે? ખરેખર એનું પ્રધાન કારણ જીવને સ્વચ્છેદ છે, અને એ જ મોટે દેષ છે, અને તે પુરુષના ચરણકમળની ભકિત સહિત સમ્યક્ વિનોપાસના વિના માટે મુશ્કેલ છે. મુનિજનોના અંતઃકરણનો વેગ અત્યંત મંદ થઈ ગયા છે, જ્યારે સંસારી જીનાં અંતઃકરણ મહા ચંચળ અને નિરંતર બાહ્ય વસ્તુઓમાં જ ભટક્યા કરે છે. મુનિજનો આત્મવિચારમાં અને કવચિત્ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, પરંતુ અશુભ પ્રવૃત્તિને લેશ પણ સંપર્ક થવા દેતા નથી. જ્યારે ગૃહસ્થજનો નિરંતર અશુભ ક્રિયામાં પ્રવર્તિ કવચિત્ કેઈજ વેળા શુભ ક્રિયામાં આવે છે, તે પણ પ્રાચે અવંચક વેગથી તો નહિ જ; ત્યાં આત્મવિચારરૂપ શુદ્ધ ભાવનાનો સંભવ જ કયાંથી ? અમને લાગે છે કે– મુનિજનોની આ દશા કણ જાણે કયા ઉત્કૃષ્ટ તપનું ફળ હશે ? સંસાર, ભેગ, અને શરીરાદિ ઉપર તેમને અતુલ વૈરાગ્ય અને પરમ ઉદાસીનતા વતે છે. જ્યારે સંસારી છે રાગદ્વેષરૂપ તીવ્ર અગ્નિથી નિરંતર બળી રહ્યા છે. અત્રત સમ્યક્દષ્ટિ જીવો અનંતાનુબંધી કષાયના અભાવથી જે કે મિથ્યાષ્ટિ જેવા રાગી દ્વેષી તીવ્રપણે હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણદિ કષાયના ઉદયાનુસાર તેઓ પણ યથાકિંચિત્ રાગ દ્વેષી છે. અણુવ્રતિ શ્રાવક અપ્રત્યાખ્યાનાવરણી કષાયના અભાવથી અત્રત સમ્યક્દષ્ટિઓથી જે કે શ્રેષ્ઠ છે, તે પણ પ્રત્યાખ્યાનાવરણદિ કષાયના ઉદયથી તેઓ અ૫