________________
(૪)
एतावदेव परमस्ति मृतस्य पश्चात् संभूय कायमहितं तव भस्मयन्ति ॥ ८३ ॥
હે જીવ! તું કહે તે ખરો કે–આ સંસારમાં એ બંધુજનોથી તને કરવા યાગ્ય અને ત્હારા જ હિતરૂપ એવું પ્રયોજન આજ સુધી કાંઈ પણ તેનાથી તું પામ્યો છે? ખરૂં કહેજે. કુટુંબથી કદી કાંઈપણુ આત્મહિત થયું હોય એમ લાગતું નથી. માત્ર એ બધુ આદિ જનાથી તારા પ્રત્યે એટલા ઉપકાર થયા છે ખરો કે તારા મરણ પછી એ લેાકા એકઠા થઈ તારુ· વૈરી જે શરીર તેને ભસ્મ કરે છે.
ભાઈ! મ તા તે જ કહી શકાય કે જે આપણું કંઈક ભલું કરે, પરમ દુ:ખના હેતુભૂત બંધને છેડાવવામાં સહાયક થાય તે અર્ધું. તું જેને ભાઇ અને બધુ માની તેથી મમત્વ કરે છે, પરંતુ હું તને પૂછું છું કે–તેએથી આજ સુધી કાંઇ પણ વાસ્તવિક હિત તને થયું છે? બતાવ તા ખરા? જે તેમણે તારું કાંઇ પણ યથા હિત કર્યું" હોય તે તે તારું માનવું પણ ઠીક છે. અમને તેા કેવળ એટલું જ લાગે છે કે“શત્રુનો શત્રુ તે મિત્ર” એ ન્યાયથી તારા એ શરીરરૂપ વૈરીને તેમણે સર્વેએ તારા મર્યા પછી ખાળી દગ્ધ કર્યુ અને તારા એ શરીરરૂપ વૈરીનો તેમણે તારી વતી બદલે લીધા, એટલું તેમણે તારા પ્રત્યે હિત કર્યું. આચાર્ય ભગવાને અહીં અન્યોક્તિપૂર્વક “કુટુંબથી કાંઇ પણ આત્મહિત સરતું નથી” એમ સમજાવ્યું. અને એ શરીર પ્રત્યેથી પશુ રાગ નિવારવા શિક્ષા આપી.
સ'સારમાં વિવાહાદિ કાર્યાં બધુ જના આદિ કુટુંબથી થાય છે, તે પછી તેઓથી મારું કાંઈપણ હિતરૂપ કાર્ય સરતું નથી, એમ ફ્રેમ કહેવાય? ઉત્તરઃ—
–
जन्मसंतानसंपादि विवाहादिविधायिनः ।
स्वाः परेऽस्य सकृत्प्राणहारिणो न परे परे ॥ ८४॥
અનંત સંસાર પિરપાટીના કેવળ કારણરૂપ એ વિવાહાદિ કાર્યો કરવા કરાવવાવાળા જે પેાતાના કુટુંબીજનો તે જ ખરેખર આ જીવના એક પ્રકારે વૈરી છે, જે એક જ વાર પ્રાણ હરણ કરે તે વૈરી નથી, પર ંતુ
આ તેા અનંતવાર મરણ કરાવે છે તેને વૈરી કેમ ન કહીએ ? વ્યવહારમાં પણ સ્પષ્ટ સમજાય છે કે દેવું છેાડાવે તે વૈરી નથી, પણ નવીન કરજ કરાવે તે વૈરી છે. વર્તમાનમાં પ્રાણુ નાશ કરનાર તા પૂર્વકની નિર્જરા