________________
(૩૭)
ભવ સમુદ્ર? જેમાં કાળરૂપ ભયંકર ગ્રાહ [મચ્છ] પિતાનું વિસ્તીર્ણ મુખ ફાડી ત્રણે લેક ગ્રાસ કરી જાય, એવી રીતે બેઠે છે, છતાં આજ સુધી તું અનાયાસે બચવા પામે છે. તો હવે શીવ્ર ચેત! ચેત! એ
ગતૃષ્ણરૂપ વિષમ અને દુર્તધ્ય આશારૂપ નદીના કિનારાને જલ્દી પાર પામી જા.
વિષય વાંચ્છાથી વ્યાકુલ થએલે એ જીવ માત્ર અગ્યને જ ભેગવી રહ્યો છે. એ પરમ સત્ય શ્રી ગુરુ દ્રઢ કરે છે –
आस्वाद्याद्य यदुज्झितं विषयिभिावृत्तकौतूहलै स्तदुभूयोप्यविकुत्सयमभिलषस्य प्राप्तपूर्व यथा । जन्तो किं तव शान्तिरस्ति न भवान्यावदुराशामिमामंहःसंहतिवीरवैरिपृतनाश्रीवैजयन्ती हरेत् ॥ ५० ॥
આ સંસારમાં વિષયાંધ જીવોએ કૌતુહલ પૂર્વક ભેગવી જોગવીને છેડેલા પદાર્થોને મેહમૂઢ જીવ ફરી ફરી ઈચ્છે છે. તું એ પર વસ્તુરૂપ ભેગાદિમાં એટલે તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્વપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહ્યો છે, કે જાણે આ ક્ષણ પહેલાં એ ભેગાદિ પદાર્થો પૂવે મેં કયારેય દીઠા નથી. પણ ભાઈ! એ ભેગાદિ પદાર્થો તે પૂર્વે અનંતવાર ભગવ્યા છે. અરે તે એકલાએજ નહિ પણ અનંત જીવોએ અનંત વાર તારાજ વર્તમાન અભિલાષિત ભેગાદિક પદાર્થો ભેગવ્યા છે, અને છેડયા છે. પણ ભાઈ! તેની તને કાંઈપણું સુધ રહી નથી, તેથી જ એ તારી તથા બીજા અનંત જાની અનંતવાર છેડેલી ઉચ્છિષ્ટ [એંઠ] ને તું વારંવાર ફરી ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યા કરે છે. એ વિષયાદિથી આજ સુધીમાં તને કે બીજા કઈને કઈ ક્ષેત્રે જરાય વાસ્તવિક શાંતિ થઈ છે? કે દીઠી છે? ના. ભાઈ! ત્રણે લેક ઉપર જેણે અપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો છે, એવી એ મહા નીચ આશા અપરાધણરૂપ પ્રબેલ વૈરીની સેનાને તું જ્યાં સુધી સમ્યપ્રકારે નહિ હણે ત્યાં સુધી તને જરાય શાંતિ થવાની નથી. શાંતિનું મૂળ આશાને પરિત્યાગ જ છે. ભાઈ! તારી અને અન્ય અનેકની ઉચ્છિષ્ટને હેતે હેતે સેવતાં તને ધૃણુ પણ આવતી નથી ! એ જગતની અને તારી પણ અનંતવારની એક તેને સેવવી તને ઉચિત નથી.
આશારૂપ પિશાચના પાસમાં સપડાએલો એ તું શું શું કરી રહ્યો છે?