________________
(૩૬) { હે જીવ! તું વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણતું નથી. બાહા વસ્તુઓમાં આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે, એવી વારંવાર મિથ્યા કલ્પના કરી તેની આસક્તિમાં ને આસક્તિમાં વ્યર્થ કાળ કેમ ગુમાવે છે? ભાઈ! દેદીપ્યમાન જવાળામુક્ત ભયંકર નિર્દયી કાળના પ્રચંડ ઉદરાગ્નિમાં જ્યાં સુધી તું ભસ્મ થયો નથી, તે પહેલાં જ એ અનાદિ દુઃખના કારણરૂપ રાગદ્વેષને છેડી પરમ શાંત દશાને પ્રાપ્ત થા ! નહિ તે એ કાળ તે અનિવાર્ય જ છે.
જે મનુષ્ય વસ્તુ સ્વરૂપને યથાર્થ નથી જાણતે, તે જ ધન, કુટુંબ અને રાજ્યાદિ બાહ્ય વસ્તુને ભલી જાણું તે ઉપર રાગ કરે છે. તથા દુઃખ દારિદ્ર અને રોગાદિને બુરા જાણી તે ઉપર દ્વેષ કરે છે. એમ સદેદીત પર વસ્તુને ઈષ્ટાનિષ્ટ કલ્પી તેમાં આસક્ત થઈ વૃથા કાળ ગુમાવે છે. અહીં ભળે ! પરમ દુઃખને હેતુભૂત અને સાક્ષાત દુઃખ સ્વરૂપ એવી એ પર વસ્તુ પ્રત્યેની ઈચ્છાનિષ્ટ કલ્પના તમે છેડે ! બાહ્ય વસ્તુઓમાં માત્ર ઈષ્ટ અનિષ્ટપણની ભાવના ભાવી નિરર્થક કાલ કેમ ગુમાવે છે? ખરેખર એ ઈષ્ટ અનિષ્ટ કલ્પના પણ માત્ર સ્વમતિ કલ્પીત અને મિથ્યા છે.
આશારૂપ વેગવતી નદી વહેવડાવતી વહેવડાવતી તને ભવરૂપ અપાર અને અથાહ સમુદ્રમાં લઈ જઈ પટકશે, તો તેમાંથી તરી બહાર નીકળવાને તું પહેલેથી જ કંઈક ઉપાય કર !
आयातोऽस्यतिदरमंङ्ग परवानाशासरित्पेरितः किन्नावैषि ननु त्वमेव नितरामेनां तरीतुं क्षमः । स्वातंत्र्यं व्रज यासि तीरमचिरानोचे दुरन्तान्तक
ग्राहव्याप्तगभीरवक्रविषमे मध्ये भवाब्धेर्भवेः ॥४९॥
હે મિત્ર! તું પર વસ્તુની અભિલાષા રૂપ અતિ વેગવાન નદીને વહેવરાવ્યું અનાદિ કાળથી અનેક જન્મ ધરત ધરતે અતિ દુરથી અહિં સુધી આવ્યા છે, એ શું તું નથી જાણતો ? એ આશારૂપ મહાનદી એટલી અથાહ, ગંભીર અને વેગવાન છે કે–તે અન્ય કેઈ પણ ઉપાયથી દુર્તવ્ય છે. માત્ર એક આત્મબોધવડે જ તે તેને તરી શકે એમ છે. તે હવે સ્વાધીનતાને ગ્રહણ કરી તું એ મહા ગંભીર આશારૂપ વિસ્તીર્ણ નદીના કિનારાને પ્રાપ્ત થઈ જા, શીધ્ર પ્રાપ્ત થઈ જા. નહિ તે એ આશારૂપ નદીને વેગ એટલે બધો છે કે તે તને બેહોશ કરી ભયંકર અને અસહા ભવસમુદ્રની મધ્યમાં ખેંચી જશે. કે છે એ