________________
(
૪)
દૈવયેગથી કેઈને તુચ્છ માત્ર એ સુખ પ્રાપ્ત થયું હોય તે તે પણ સ્થિર નથી–એ વાત દષ્ટાંત પૂર્વક શ્રી આચાર્ય કહે છે –
खातेऽभ्यासजलाशयाजनि शीला प्रारब्धनिर्वाहिणा भूयोभेदि रसातलावधि ततः कृच्छ्रात्सुतुच्छं किल । क्षारं वायुदगात्तदप्युपहतं पूतिकृमिश्रेणिभिः
शुष्कं तच्च पिपासितोऽस्य सहसा कष्टं विधेश्वेष्टितम् ॥४४॥
જેમ કેઈ પુરુષ નિર્મળ જળની અભિલાષાથી ઊંડે કે દવા લાગે, ખેદતાં ખેદતાં આગળ શિલા નીકળી, પણ પોતે આર સેલ આરંભ સિદ્ધ કરવા તે આગળ ને આગળ દવા લાગ્યા, મહા મહેનતે અને ઘણું લાંબા કાળે કંઈક થોડુક માત્ર જળ મળ્યું. તે પણ ખારું, દુર્ગધતાયુક્ત, અને કૃમિથી ખદબદતું નીકળ્યું, વળી તે પણ તુરત સૂકાઈ ગયું. કહે, હવે તે પુરુષે ઉદ્યમ કરવામાં શું બાકી રાખ્યું હતું? પણ ઉદયની ચેષ્ટાજ દુઃખદાઈ છે. નિશ્ચયથી આ તૃષાતુર મનુષ્યની તૃષા કઈ પણ કાળે પૂર્ણ થવાની નથી. કારણ ઉદયની ગતિ બળવાન છે.
કઈ જાણે કે હું અનેક ઉપાય અને વિપુલ પ્રયાસ કરી અર્થ સિદ્ધિ કરું, પણ પુણ્યદય વિના હરેક ઉપાય અને પ્રયાસ કરવા છતાં પણ કેઈની વાંચ્છિત અર્થ સિદ્ધિ થઈ છે? નહિ જ.
ત્યારે કઈ કહે કે—“હું ન્યાય વૃત્તિ પૂર્વક અર્થ ઉપાર્જન કરી સંપદાની વૃદ્ધિ કરું અને સુખ ભેગવું” તેને શ્રી ગુરુ સમજાવે છે કે –
शुदैर्धनेर्विवर्दते सतामपि न संपदः । न हि स्वच्छाम्बुभिः पूर्णाः कदाचिदपि सिंधवः ॥४५॥
હે પ્રાણી! ન્યાય પૂર્વક ઉપાર્જન કરેલા ધનથી ઉત્તમ પુરુષની પણ સુખસંપદા વૃદ્ધિ પામતી નથી, જેમ નિર્મળ જળ વડે સમુદ્ર કેઈ કાળે પણ પૂર્ણતાને પામતે નથી.
અગ્ય આચરણ તે સર્વથા ત્યાજ્ય છે. પરંતુ યોગ્ય આચરણપૂર્વક ઉત્પન્ન કરેલા ધનાદિથી પણ વાસ્તવિક સુખસંપદાની વૃદ્ધિ થતી નથી, જેમાં નિર્મળ જળ વડે પણ સમુદ્ર પૂર્ણ થતું નથી. તેથી હે ભવ્ય! ન્યાયોપાર્જીત ધનાદિની તૃષ્ણ તજીને તું સર્વથા નિઃપરિગ્રહી થા.
કેઈ કહેશે કે–જે કંઈ સંપદાની વૃદ્ધિ થવાની હશે તે થશે, પરંતુ આ ગૃહસ્થાશ્રમપણું–ધર્મ, સુખ, જ્ઞાન અને સુગતિનું સાધન છે છે? એવા શ્રાંતિગત આત્માને શ્રી સદગુરુ સંબોધે છે કે –