________________
એ ગૃહાશ્રમ કાઈ રીતે નીચેના સૂત્રથી વિશેષ દૃઢ કરે
( ૩ )
સુખનેા સાધક નથી, એ વાત સૂત્રકાર
—
છે:कृष्ट्वाप्त्वा नृपतिन्निषेव्य बहुशो भ्रान्त्वा वनेऽम्भोनिधौ किं क्लिश्नासि सुखार्थमत्र सुचिरं हा कष्टमज्ञानतः । तैलं त्वं सिकता स्वयं मृगयसे वाञ्छेद विषाज्जीवितुं नत्वाशाग्रह निग्रहात्तव सुखं न ज्ञातमेतत्त्वया ॥ ४२॥
હે જીવ! તું આ ગૃહસ્થાશ્રમમાં સુખના અર્થે બ્ય કલેષ કેમ કરે છે? એમાં કિંચિત્ સુખ નથી. ખેતરમાં હળ જોડી ખેડ કરી તું ખીજ વાવે છે, ખડગાદિ તીક્ષ્ણ શસ્ત્ર ધારણ કરી તું રાજા મહારાજોને સેવે છે, લેખનવૃત્તિ કરી તું શેઠ શાહુકાર આદિની સેવા કરે છે, અને વાણિજ્ય વ્રુત્તિથી તું વન સમુદ્રાનૢિ અગમ્ય સ્થાનામાં પણ ભટકે છે, અને એ બધું શા અર્થે ? માત્ર એક સુખને અર્થે. ભાઇ ! તારી આ બધી પ્રવૃત્તિ મને તેા રેતીમાં તેલ શેાધવા જેવી અથવા વિષપ્રાશન કરી જીવન વૃદ્ધિ કરવાની ઇચ્છા જેવી વિચિત્ર અને ઉન્મત્ત લાગે છે. ભાઈ ! આશારૂપ ગ્રહ ( ભૂત ) ને નિગ્રહ કરવામાંજ સુખ છે. તૃષ્ણાથી કોઈ કાળ કે કોઈ ક્ષેત્રમાં સુખ નથી એ ટુંકુ પણ મહત્ સૂત્ર શું તને નથી સમજાતું ? કે આ ન્ય પશ્ચિમ તું કરી રહ્યો છે.
અસિ, મિસ, કૃષિ અને વાણિજ્યાદિ સવ' ઉપાય કેવળ દુ:ખદાઇ જ છે, એમાં જરાયે સુખ નથી, ખેતીનેા મહાન ખેદ તેા પ્રગટ જ છે, નિરંતર કલેષ, કુગ્રામવાસ, આચારહીણપણું, માનભંગ અને સ્વચક્ર પરચક્રાદિ સાત પ્રકારના ભય સદા ચિત્તમાં રમ્યા કરે છે, આજીવિકાના નિમિત્તે ખડગાઢિ શસ્ત્ર ધારણ કરી રાજા આદિની સેવા કરે છે, એ પણ મહા કષ્ટરૂપ છે. તેમ કોઇ વેળા અલભ્ય માનવ જીવનને પણ હેામવુ પડે છે વ્યાપારી વ્યાપાર અર્થે જહાજ આદિમાં એસી સમુદ્રાદિ વિષમ માગે અન્ય દેશમાં જાય છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, મધુ આદિ સ્વજનોનો ત્યાગ કરી દેશદેશાંતર એકાકી રવડે છે. કેાઇ વખત જહાજ આદિ વાહન નાશ પામતાં પ્રાણ પણ ગુમાવે છે, અથવા મહા ગભીર નિર્જન વનમાં ભટકવાનું બની આવે છે, અનેક પ્રકારે ધનાદિની હાની વૃદ્ધિથી ચિત્ત પણ નિરંતર વ્યાકુલ રહે છે, એમ વાણિજ્યના દુ:ખનું શું વન કરીયે. લેખનવૃત્તિ કરનાર સ્વલ્પ પ્રયેાજનને અર્થે નિરંતર પરાધીન રહ્યા કરે છે. એ વિગેરે ઉપાયેા કરી તેમાં તું સુખી થવાની આશા રાખે છે. એ પ્રગટ રેતમાં તેલ શેાધવા જેવી કેવળ વ્યર્થ છે.