________________
અંતરમાં ધારણ કરી સુખી થા. દેહથી અને બંધના કારણરૂપ એ રાગાદિથી નેહ ત્યજ. જેમ બને તેમ ઉતાવળથી આત્મકલ્યાણ કરી લે ! અને એ જ કર્તવ્ય આ અનુપમ અવસરે તને ઉચિત છે. કારણ અતિ અલભ્ય માનવ દેહે આત્મહિતમાં પ્રમાદ કરે તને ન ઘટે.
કેવળ આત્માને અહિતકારક એવા વિષય કષાયમાં અનાદિ કાળથી પ્રવર્તાવા છતાં આજ સુધી જરાય પણ વાંછિત અર્થની સિદ્ધિ થઈ નથી. પણ એ વિષયાદિને અનુરાગી થઈ તું કલેષને જ પામે છે.
उपग्रीष्मकठोरधर्मकिरणस्फूर्जगभस्तिप्रभैः संततः सकलेन्द्रियैरयमहो संवृद्धवष्णो जनः । अप्राप्याभिमतं विवेकविमुखः पापप्रयासाकुलस्तोयोपान्तदुरन्तकईमगतक्षीणोक्षवत् क्लिश्य ते ॥५५॥
અહે! વિવેક શૂન્ય મૂઢ આત્મા સર્વ ઈદ્રિય વિષયોથી તપ્તાયમાન થયો એટલે બધે તીવ્ર તૃષાતુર થયો છે કે –મનવાંચ્છિત વસ્તુ નહિ મળતાં તે જ મેળવવાની કામનામાં અનેક પાપરૂપ ઉપાય કરી કરી અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છે. જેમ જળ નજીકના કાદવ કીચડમાં ફસાયલે વૃદ્ધ બળદ અતિ અતિ દુઃખને પામે છે, તેમ આ વિષય તૃષાતુર જીવની દશા થઈ રહી છે. એ ઇંદ્રિયવિષયે ગ્રીષ્મ રૂતુના પ્રચંડ રહિમમાન સૂર્યના મધ્યાન્હ સમયના કિરણે કરતાં પણ આત્માને અત્યંત આતાપજનક છે.
ગ્રીષ્મરૂતુના મધ્યાન્હ સમયના પ્રજવલિત સૂર્યનાં કિરણે અતિશય આતાપકારી અને અસહ્ય તૃષાજન્ય છે, તેમ પ્રજ્વલિત ઇંદ્રિયવિષયેથી જેની તૃષ્ણ તીવ્રપણે વધી રહી છે એ અવિવેકી મહા મેહમૂઢ પ્રાણી મને વાંચ્છિત વસ્તુને નહિ પામતાં અત્યંત અત્યંત વ્યાકુળ થયા કરે છે. જેમ વૃદ્ધ અને વળી દુર્બળ બળદ અતિ તૃષાતુર થયે જળ પ્રાપ્તિને અર્થે સવરાદિ જળાશય તીરે ગયે, તે હજુ જળ સુધી તે પહે નથી, તે પહેલાંજ નજીકના કીચડમાં ફસાઈ જઈ તીવ્ર કલેષને પામ્યો, તેમ વિષયને અથે ઉદ્યમ કરવા છતાં પણ ઈચ્છિત વિષ નહિ મળતાં જીવ માત્ર કલેષને જ સહે છે. ખરેખર એ વિષયેની તૃષ્ણ મહા કલેશકારીણી છે. એ તૃષ્ણને અગ્નિ માત્ર એક જ્ઞાનામૃતરૂપ નિર્મળ શીતળ જળથી શાંત થાય છે. અથવા કઈ તથારૂપ દશાસંપન્ન સત્યરુષના ચરણકમળ આશ્રયથી શાંત થાય છે.