________________
(૫૦)
ખેદખિન્ન કેમ થઈ રહ્યો છે? શું તું એ ઇંદ્રિયોનો કિકર છે? તે અનેક દુરાચરને વધારતો વધારતો એ ઇંદ્રિના વિષયોને ભગવતો પૂર્વે અનંત ભવમાં દુઃખી થાય છે. હવે તો કંઈક આકુળતા છેડી, જ્ઞાનદષ્ટિ ધારણ કરી, એ સમસ્ત વિષયનો ત્યાગ કર! ધ્યાનરૂપ નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કરે ! અને વાસ્તવિક સુખને પ્રાપ્ત થા! મહા દુઃખદ અને કેવળ કલેષરૂપ અનાદિ મેહરજને ધોઈ ઉત્તમ વૃત્તિ ધારણ કરી આનંદરૂપ થા! આનંદરૂપ થા!
જીવ કર્મોદયવશે શરીર ધારણ કરે છે, અને શરીરના યોગથી ઇંદ્રિયવશ થઈ વિષયોના અર્થે અતિશય વ્યાકુળ થાય છે. અનેક દુરાચાર કરી અત્યંત પાપ પરિણામને પોષે છે. પરિણામે તે વિષયને ભેગવી ભેગવી નાના પ્રકારની કુનીઓમાં ભટકાય છે. એમ અનંતકાળથી ઇંદ્રિયવશે વિષયાધિન થઈ અનંત અનંત દુઃખ સહન કરે છે. જ્ઞાનવંત આત્માઓ તે એ અનંત દુઃખના હેતુભૂત મલીન ભાવને તજી દઈ સ્વઆત્માને માત્ર નિર્મળ ધ્યાનામૃતથી જ પુષ્ટ કરે છે અને એ રીતે તેઓ પાપરજને ખંખેરી નિર્મમત્વ થઈ ઉત્તમ વૃત્તિ ધારણું કરી મહાસુખરૂપ નિવૃત્ત દશાને પામે છે. તું જે ડાહ્યો અને વિચક્ષણ, બુદ્ધિમાન હોય તે આ મહા દુઃખરૂપ સંસારથી નિવૃત્ત થા. | મુનિ જન ધન રહિત હોય છે, અને ધન વિના તેમને સુખની પ્રાપ્તિ કયાંથી હોય? એ પ્રશ્ન કરનારને શ્રી આચાર્ય કહે છે કેજગવાસી છે નિર્ધન હો વા ધનવાન છે છતાં સર્વ દુઃખી જ છે –
अर्थिनो धनमप्राप्य धनीनोप्यविप्तितः । कष्टं सर्वेऽपि सीदति, परमेको मुनिः सुखी ॥ ६५ ॥ परायत्तात्सुखाद्दुःखं, स्वायत्तं केवलं वरम् ।
अन्यथा सुखिनामानः कथमासंस्तपस्विनः ॥ ६६ ।। નિર્ધન મનુષ્યની પાસે ધન નથી અને જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓની અભિલાષા અત્યંત છે, તેથી તેઓ નિરંતર દુઃખી છે, પણ જે ધનવાન છે તેઓ પણ અતૃપ્તિપણુરૂપ તૃષ્ણ વડે પરમ દુઃખી છે. એટલે નિધન વા ધનવાન હો, જગવાસી સર્વ જીવો તૃષ્ણાથી મહા દુઃખી છે. વાસ્તવિક વિચાર કરતાં પરમ સંતોષી મુનિજનો જ મહા સુખી છે એમ સ્પષ્ટ જણાશે. પરાધીનતા એ જ દુઃખ છે અને એવા પરાધીનતાજન્ય સુખ કરતાં સ્વધીનતાજન્ય દુઃખ ( તારી દષ્ટિએ ) એ શ્રેષ્ઠ છે. એમ ન હોય તો તપસ્વી મુનિ સુખી છે એમ ક્યાંથી કહેવાય?