________________
(૪૮)
{
હે પ્રાણી! તું નિરર્થક પ્રમાદ દશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રજન છે? એ ધનાદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં ઇંધનની ગરજ સારે છે. નિરંતર પાપકર્મ ઉત્પન્ન કરાવવાવાળાં આ સંબંધી જનેથી પણ તને શા માટે મમત્વ રહ્યા કરે છે? મહા મોહરૂપ સર્ષના બીલ સમાન તારો આ દેહ તેથી તને શું પ્રયોજન છે? અથવા આ ઘર વિગેરેથી પણ તને કઈ ઈષ્ટ સિદ્ધિ છે? નિરર્થક પ્રમાદી થઈ રાગાદિ મહા દુઃખરૂપ ભાવને ન ધરતાં સુખના અર્થે કેવલે એક સમભાવને જ પ્રાપ્ત થા. - રાગદ્વેષાદિ કલુષિત ભાવે જીવને દુઃખ અને કલેષનું જ કારણ છે. સમભાવ એ જ સુખને વાસ્તવિક હેતુ છે, એ વાત શિષ્યને દઢ કરવા શ્રી ગુરુ કહે છે કે-હે મિત્ર! એ તન, ધન, ભાઈ, પુત્ર, પરિવાર, ઘર, અને સંબંધીજને એ સર્વે જીવને દુઃખનાં જ કારણ છે. એમાં કઈ પ્રકારે પણ સુખ નથી. અગર તને જે ખરેખર સુખી જ થવાની સાચી આકાંક્ષા હોય તે પ્રમાદી ન થા! અને સમભાવને ભજ! લાભ, અલાભ, જીવન, મરણ, વરી, બંધુ, રાજા, રંક, સંપદા, આપદા, એ સર્વ કંદ અવસ્થાઓને કર્મ જનિત અને વિનાશિક સમજ. એ સર્વે તે તું નથી, તું એ સર્વેથી કેવળ ભિન્ન શુદ્ધ જ્ઞાનદર્શનસ્વરૂપ ચૈતન્ય છે, એમ માન. સમભાવને વિશેષ દઢ કરવા લક્ષ્મીને ત્યાજ્ય બતાવે છે.
आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं रक्षाध्यक्षमजासिपञ्जरवृता समान्तसंरक्षिता । लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति प्रायः पातितचामरानिलहते वान्यत्र काऽऽशा नृणाम् ॥ ६२।।
હાય! એ રાજા મહારાજાઓની લક્ષમી પણ દીપકની શિખા સમાન ચંચળ છે. ચારે બાજુ ઢોળાતા ચામરના પવનથી જાણે જોતજોતામાં તે વિલય પામી જાય છે, તો પછી સામાન્ય મનુષ્યની લક્ષમીની સ્થિરતાનું તે કહેવું જ શું! એ રાજ્ય લક્ષ્મીને ચંચળ જાણુને બળવાન પુરુષોએ તેને પટ્ટાબંધનના બહાને મજબુત બાંધી, અને રક્ષાના અધિકારી બળવાન ખડગધારી દ્ધારૂપ વજ પીંજરથી ઘણુ–ઘણુ પ્રકારે તેની રક્ષા કરી-છતાં પણ તે તે ન રહી–દેખતાં દેખતાં નષ્ટ થઈ. ચક્રવતિ આદિ રાજા મહારાજાઓની લક્ષમી આમ ક્ષણભંગુર છે, તે પછી બીજા સામાન્ય મનુષ્યની પાસે તે કાયમ રહેવાની તે આશા જ શી! હે ભાઈ! એમ રાજ્ય લક્ષમીને વિનાશિક જાણી અવિનાશિ વિભૂતિ પ્રાપ્ત