________________
(૪૬)
૧
નિદ્રાથી વળી બેશુદ્ધ થવું, કાળથી નિરંતર ડરવું, અને અંતે અધૂરી ઈચ્છા પણ મરવું, એવા એવા અનંત દુઃખમાં પણ પાછું સુખ માનવુ! અહે! એજ પરમ આશ્ચર્ય અને ખેદને વિષય છે. ભાઈ ! એ દુઃખ અને દુઃખના કારણેથી ઉદાસ થઈ સુખનું મૂળ એવી જે સમ્ય ઉદાસીનતા તેને તું અંગીકાર કર !
વળી જે શરીરથી તે અનુરાગપૂર્વક એક્તા માને છે તે કેવું છે? अस्थिस्थूलतुलाकलापघटीतं नद्धं शिरास्नायुभिश्वरमाच्छादितमस्रसान्द्रपिशितैर्लिप्तं सुगुप्तं खलैः। कारातिभिरायुरुचनिगलालग्नं शरीरालयं कारागारमवेहि ते हतमते प्रीतिं वृथा मा कृथाः ॥ ५९॥
હે નિબુદ્ધિ જીવ! આ શરીરરૂપ ઘર ખરેખર તને બંદીગૃહ (કેદખાના) સમાન જ છે. તેમાં તું વૃથા પ્રીતિ ન કર ! એ શરીરરૂપ બંદીગૃહ હાડરૂપી સ્થૂલ પાષાણથી ચણેલું છે, નસેરૂપી જાળથી વીંટાચેલું છે, ચારેબાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીંપાયેલું છે, દુષ્ટ કર્મરૂપી વૈરીએ તેને રચ્યું છે, અને આયુકર્મરૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે.
જગતમાં જીવને બંદીગૃહ જેવું દુઃખદાતા બીજું કઈ નથીશરીર પણ તેના મુકાબલે બંદીગૃહ સમાન જ છે. બંદીગૃહ જેમ સ્કૂલ પાષાણાદિના સમુહથી ઘડાએલું છે તેમ શરીર પણ હાડ આદિ સ્કૂલ પદાર્થોથી ઘડાએલું છે બંદીગૃહ જેમ ભીંત અને કેટ આદિ બંધનથી વટાએલું છે, તેમ શરીર પણું ચામડીરૂપ આચ્છાદનથી વીંટાયેલું છે– બંદીગૃહ જેમ બંધનથી વીંટાયેલ છે, તેમ શરીર પણ નસ અને સ્નાયુઓ આદિ જાળથી વીંટાએલું છે, રુધિર અને માંસાદિ ધૃણાયુક્ત પદાર્થોથી લિપ્ત છે—બંદીગૃહ જેમ ચાર દુષ્ટ અને ભયંકર ગુન્હેગારોએ ઉભું કર્યું છે, તેમ આ શરીરરૂપ બંદીગૃહ પણ પૂર્વ કર્મરૂપ પ્રબળ રીઓએ ઉભું કર્યું છે—બંદીગૃહ જેમ બેડીથી યુક્ત છે, તેમ આ શરીર પણ આયુ કર્મરૂપી બેડીથી યુક્ત છે. જગતમાં એ દુબદ્વિ છે કે જે આવા બંદીગૃહમાં ક્ષણમાત્ર પણ પ્રીતિ કરે ? તું મહા મૂર્ણ છે કે આવા દુઃખકારક બંદીગૃહમાં પણ પ્રીતિ કરી રહ્યો છે. ભાઈ ! આવા શરીરરૂપ બંદીગૃહની સાથે પ્રીતિ કરવી એ તને ઉચિત નથી.
હવે ઘર કુટુંબાદિ કે જેનાથી તેને પ્રીતી બની રહી છે તે કેવાં છે? તે ગ્રંથકાર કહે છે –