________________
(૪૫) તું રમી રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે. પ્રથમ તે શરીર ધારણ કરવું એ જ પ્રત્યક્ષ દુઃખ છે. મોક્ષના નિમિત્ત કારણરૂપ એવું સર્વથી ઉત્કૃષ્ટ મનુષ્ય શરીર તે પણ પિતાના વીર્ય અને માતાના રુધીરથી ઉત્પન્ન થયું છે. મહા અશુચિરૂપ ગર્ભાશયમાં અધૂમુખે રહી અતિ ઉષ્ણતાને તે સહન કરે છે. નાના પ્રકારનાં અકથ્ય દુઃખે ત્યાં સહન કરે છે. ગર્ભાશય કરતાં વળી જન્મ સમયનાં દુઃખ કાંઈ ઓછાં ભયંકર નથી. અતિ બેશુદ્ધ અને અજ્ઞાનરૂપ બાલ્યાવસ્થામાં પણ જીવ સમયે સમયે એ શરીરના સંગે દુઃખના વેદન વિના બીજું શું અનુભવે છે? ચોવન અવસ્થા પ્રાપ્ત થતાં જ કામ, ક્રોધ, માન, માયા, લેભ, મત્સર આદિ પિતાના જ કષાયજન્ય પરિણામેની વ્યાકુળતાને અનુભવ્યા કરે છે. અને આ વ્યાકુળતાનું દુઃખ કાંઈ ઓછું નથી કે જેનું કોઈ પ્રકારે સમાધાન થાય. વળી વૃદ્ધાવસ્થામાં તે અતિ શિથિલતાના એગે કષાયજન્ય વ્યાકુળતાને કેઈ સુમાર જ નથી. જે દેહ ઉપર સર્વથી અધિક પ્રેમ છે, જેને અતિ સ્નેહપૂર્વક નિરંતર પાળે છે, એવા અનન્ય પ્રેમ ભાજનરૂપ દેહને છોડતી વેળાના દુઃખનું શું વર્ણન કરવું? આમ આખી મનુષ્ય જંદગી દેહના રાગે દુઃખપૂર્ણપણે પૂરી થાય છે. કેઈ શુભ કર્મના ઉદયથી દેવ શરીર પ્રાપ્ત થાય તો તે પણ અત્યંત માનસિક દુઃખોથી પૂર્ણ હોય છે. પોતાની ન્યૂનતા અને બીજા દેવાની ઉત્કૃષ્ટતાને ભેદ તેના અંતરને નિરંતર બાળ્યા કરે છે. બીજા દેને વા પિતાની દેવાંગનાને મરતી જોઈને તે, કાળના દુઃખથી વગર મતે પણ દુખી રહ્યા કરે છે. તો પછી જ્યારે પોતાના જ શરીર ઉપર પ્રત્યક્ષ કાળ આવે તે વેળાના દુઃખનું તો કહેવું જ શું ? પિતાનું મોત છ મહિના અગાઉ તે અવધિજ્ઞાનેપગે ભાળે છે, અને તે ભયે ઝરી ઝરીને પણ અંતે મરે છે. તિર્યંચગતિનાં દુઃખે તે પ્રત્યક્ષ દેખાય છે. વળી નરકગતિ એ તે દુઃખની જ પરાકાષ્ઠા છે. છેદન, ભેદન, તાડન, મારણ અને આતાપનાદિ શારીરિક દુઃખ અને કષાયજન્ય માનસિક દુઃખ સમયે સમયે તે નિરંતર અનુભવે છે. અતિ શીતળતા, અતિ ઉષ્ણુતા, અતિ દુર્ગધતા અને સર્વ રેગેનું દુઃખ તેને નિરંતર સહન કરવું પડે છે. અસુર કુમાર દેથી તથા પિતાના કષાયથી પરસ્પર તે નારકી છ ઉદેરી ઉદેરી લડી લડી દુઃખી થયા કરે છે. વધારે શું કહેવું ? શરીર ધારણ એ જ પ્રત્યક્ષ દુઃખ છે અને એના રાગે જ ઉપરોક્ત ચાર ગતિરૂપ ભયંકર સંસારમાં જીવને રઝળવું પડે છે. અરે ! શરીર પ્રત્યેને મેહ એ જ દુઃખનું મુખ્ય સ્થાન છે. કલેષનું નિરંતર સહવું, સમયે સમયે કર્મપ્રકૃતિથી બંધાવું, અને તેનાં ઉદયે ભયથી વળી નાશભાગ કરવું,