________________
(૪૦) { રણની સુકી રેતીને જોઈ તેને જળ જાણી તૃષાતુર મૃગ તે લેવા ભણી દેડે છે, પણ ત્યાં જઈ જળ નહિ દેખવાથી અતિ ખેદખિન્ન થાય છે, તેમ વિષય કષાયથી પીડિત થઈ તૃષ્ણાવશે કનક કામિની આદિ પર વસ્તુઓમાં આસક્ત થઈ તેમાં સુખ પ્રાપ્તિની મિથ્યા કલ્પના કરી તું અનાદિનો તેને અભિલાષી થઈ રહ્યો છે, પ્રયત્ન પણ એજ અર્થે યથાશક્તિ આજ સુધી કર્યા કરેલ છે, છતાં તારી એ અભિલાષાની પૂર્ણતા હજુ સુધી થઈ હોય એમ જણાતું નથી, અને કેઈ કાળે વિપુલ પ્રયત્ન કર્યો થાય, એમ પણું સંભવિત નથી. તેથી જ તારી એ પર વસ્તુ ભણીની વાંચ્છા વ્યર્થ છે, વિશ્વમ છે. એ પર પદાર્થ કે જેને તું અનાદિ કાળથી આસક્ત થઈ ઈચ્છી રહ્યો છે, તે સ્વયં દુઃખના જ કારણ છે. એમ તું સમજ. કઈને કઈ ઇચ્છિત પદાર્થ ન મળે તે, મળે પણ તે મનવાંછિત ન હોય તો, મળ્યા પછી સ્થિર ન રહે તો, એમ જીવ નિરંતર તૃષ્ણને બળે ખેદખિન્ન રહ્યા કરે છે. એ પાંચે ઇદ્રિના વિષયે જીવને દુઃખના જ હેતુ છે. એક એક ઇંદ્રિય વિષયમાં આસક્ત થઈ તેનું ફરી ફરી સેવન કરવા છતાં પણ જીવ તૃપ્ત થયે નથી. ઉલટ કલેષ અને નાશને જ પ્રાપ્ત થયો છે. સ્પર્શન ઇક્રિયાનુરાગે મુગ્ધ બની કાગળની હાથિને સાક્ષાત્ ખરી હાથિણું માની તેની નિકટ આવતાં ખાડામાં પડી બંધનરૂપ મહાદુઃખને પામ્યા. રસના ઇંદ્રિયાનુરાગે બળે, ધીવરની જાળમાં સપડાઈ પ્રાણુનાશને પામ્યા. ઘાણ ઇદ્રિયાનુરાગ વિષયવશે કમળના વાસમાં મુગ્ધ બની ભ્રમર તેમાં જઈ બેઠે–પણુ તૃપ્તિને ન પામ્યું. સુર્યાસ્ત વેળા કમળ મુદિત (બંધ) થઈ જતાં ગુંગળાઈ અકળાઈ મરણ પામ્યા. નેત્ર ઇંદ્રિયના વિષયમાં આસક્ત થઈ પતંગ દીપકની શિખાને મનોજ્ઞ જાણું તેમાં ઝંપાપાત કરી મરણને પ્રાપ્ત થયું. કર્ણપ્રિય વિષયની ચાહથી મુગ્ધ બની હરિણ મધુર ગીતનું અનુરાગી થઈ બેહેશ બની શિકારીના બાણથી વીંધાઈ પ્રાણનાશને પામ્યું એમ એક એક ઈંદ્રિય વિષયની આસક્તિમાં અન્ય જીની આ દશા થઈ તો જે જે પાંચે ઈંદ્રિયોના વિષયમાં બાવરા બની તેને સેવી રહ્યા છે, તેમની શું સ્થિતિ થશે? મને તે લાગે છે કે –ઉપર કહેલા એક એક ઇંદ્રિય વિષયના અનુરાગી જીવે માત્ર વર્તમાન ભવમાં પ્રાણુ નાશને પામ્યા; પણ આ પાંચે ઇન્દ્રિય વિષયના બન્યા જીવે તો ભવે ભવમાં ખચીત ઘોર દુઃખને પામશે. ભાઈ! તું હવે તે વિષયેની અભિલાષા છેડી, સુખના કારણરૂપ એવા માત્ર વીતરાગ ભાવને અંગીકાર કર, અને એ મહા દુઃખના હેતુભૂત પરવસ્તુની અભિલાષા છેડ! હજુ પણ સમજીને છોડ!