________________
(૩૮)
भङ्क्त्वाभाविभवांश्च भोगीविषमान् भोगान् बुभुक्षुर्भृशं मृत्वापि समस्तभीतिकरुणः सर्वजिघांसुर्मुधा । यद्यत्साधुविगर्हितं हतमति तस्यैव धिककामुकः कामक्रोधमहाग्रहाहितमनाः किं किं न कुर्याज्जनः ॥ ५१ ॥
કાળાનાગ જેવા, પ્રાણુનાશ કરવાવાળા એવા એ ભાગની તીવ્ર અભિલાષાથી ભૂત, ભાવિ અને વમાન ભવાને નષ્ટ કરી તું અખંડિત મૃત્યુથી અનંતવાર મર્યાં અને આત્માના સર્વસ્વાધિન સુખને નાશ કર્યાં, મને તેા લાગે છે કે–તુ અવિવેકી, પરલેાક ભયથી રહિત, નિય અને કંઠાર પરિણામી છે. કારણુ મહાપુરુષાથી નિ ́તિ વસ્તુનેાજ તું અભિલાષી થયા છે. ધિક્કાર છે એ કામી પુરુષોને કે–જેનું અંતઃકરણ નિરન્તર કામ, ક્રોધરૂપ મહાગ્રાહ [ડાકુ-પિશાચ ] ને વશ રહ્યા કરે છે! એવા પ્રાણી આ જગતમાં શું શું નથી કરતા ? સ કુકમ કરે છે.
.
તિક્ષણ વિષથી ભરેલા એવા ભોગની તીવ્ર અભિલાષાથી તે` કેવળ દ્રુતિના જ બંધ કર્યાં, પણ પરલેાકના ભય જરાય ન ધર્યાં. અન્ય જીવાની કિચિત પણ દયા ન કરતાં માત્ર ભાગની અભિલાષામાં તણાઈ નિરક સ સુખના ઘાત કર્યાં, ધિક્કાર છે તારી આવી ભ્રષ્ટ બુદ્ધિને કે જગતની જે વસ્તુ સાધુ પુરુષોએ અભાગ્ય અને નિ ંદનીય પ્રરુપી તેના જ તું દુરાગ્રહતા પૂર્વક અભિલાષી થઈ રહ્યો છે! કામક્રોધરૂપ ભયંકર ગ્રાહના વશિભૂત થઈ તેં શા શા અનર્થ નથી કર્યાં? જીવહિંસા, અસત્ય, ચારી, કુશીલ, અતિ આરંભ અને ધનાદિની તીવ્ર તૃષ્ણા આદિ અનેક અકાર્યા કર્યાં. અનર્થનું મૂળ અને સર્વાં દુ:ખના હેતુરૂપ માત્ર એ વિષયાભિલાષા જ છે. તેને હવે તે તું છેાડ !!
જગત અને જગતની સ વસ્તુઓને ક્ષણભંગુર જે દેખતા નથી તેને જ એ ભોગાદિમાં વાંચ્છા રહ્યા કરે છે.
वो यस्याऽजनि यः स एव दिवसो ह्यस्तस्य संपद्यते स्थै नाम न कस्यचिज्जगदिदं कालानिलोन्मूलितम् । भ्रातर्भ्रान्तिमपास्य पस्यसितरां प्रत्यक्षमक्ष्णोर्न कि येनात्रैव मुहुर्मुहुर्बहुतरं बध्दस्पृहो भ्राम्यसि ॥ ५२ ॥
હે ભાઈ ! તારી નજર સામે તું શું નથી જોતા કે આ જગત કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે! ભ્રાંતિને ડ! જગતમાં કોઇની નામ માત્રની પણ સ્થિરતા નથી. જે દિવસની મંગળમય પ્રભાત