________________
(૩૯) જણાય છે, તે જ દિવસ અસ્તપણને પ્રાપ્ત થાય છે. ભાઈ! આ જગતનો સ્વભાવજ ક્ષણભંગુર છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતાં રૂપને ઘડી પછી અવશેષ (ચિન્હ) પણ જણાતું નથી. કેણ જાણે શા કારણથી તું એ ઈંદ્રજાળવત્ જગતના ઈષ્ટ પદાર્થોમાં આશા બાંધી બાંધી ભમ્યા કરે છે!
આ આખું જગત કાળરૂપ પ્રચંડ પવનથી ચંચળતાને પામી રહ્યું છે, એ સત્ય વાતને બાલ વૃદ્ધ આદિ સર્વ જાણે છે. પણ કોણ જાણે તને એ કેમ દેખાતું નથી? એ અસાર અને અનિત્ય સંસાર વિષે આસક્ત થઈ આશા ધારી ધારીને તું કેમ ભટક્યા કરે છે? ઘડીભર બ્રાંતિને છેડી વસ્તુના યથાર્થ સ્વરૂપને કેમ જોઈ શકતો નથી? ભાઈ ! નશ્વર વસ્તુની વળી શી વાંચ્છા ! એ જગતના સ્વરૂપની ક્ષણભંગુરતા નહિ સમજવાથી જ આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ તે ભગવ્યાં છે.
संसारे नरकादिषु स्मृतिपथेप्युद्वेगकारीण्यलं दुःखानि प्रतिसेवितानि भवता तान्येवमेवासताम् । तत्तावत्स्मरसि स्मरस्मितशितापाङ्गेरनङ्गायुधै
र्वामानां हिमदग्धमुग्धतरुवत् यत्प्राप्तवानिर्धनः ॥ ५३॥ હે જીવ! નર્નાદિ મુનીમાં તે જે દુઃખ સહ્યાં તેના અનુભવની વાત તો દૂર રહી, પરંતુ એ દુઃખનું સ્મરણ માત્ર પણ મહા વ્યાકૂળતા ઉપજાવે છે. આ માનવ ભવમાં નિધન છતાં પણ તે નાના પ્રકારના ભેગને અભિલાષી થયે થકે કામથી પૂર્ણ જે સ્ત્રી તેના મંદ મંદ હાસ્ય, તિક્ષણ કટાક્ષ, અને કામના તીવ્ર બાણથી વિંધાયે છતે બરફથી બળી ગયેલા વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થયેલ છે, એ જ મહા દુઃખને તે તું વિચાર! | હે જીવ! અવિવેકપણાને લઈને આ જગતની ક્ષણભંગુર માયાથી અનુરાગ કરી વારંવાર સંસાર વિષે નરક નિગોદાદિ અનેક દુઃખને તું ભક્તા થયા છે. એ પ્રચંડ અને ભયંકર દુઃખના અનુભવની વાત તે દર રહી, પણ તેનું ચિંતવન માત્ર અત્યંત કલેષ ઉપજાવે છે. અતિ અતિ દુલ્લભ એ આ નર ભવ તેમાં પણ તૃષ્ણાવશે જીવ લેશ પણ સુખ પામ્યો નથી. કામના તિક્ષણ બાણોથી વીંધાઈ, મદેન્મત્ત સ્ત્રીઓના કટાક્ષરૂપ બાણથી હણાઈ હણાઈને જાણે હીમથી બળેલા વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે વિચાર કર! જગતની સઘળી વાંચ્છાથી નિવૃત્ત થા! એ જગતના રમ્ય પદાર્થોની વાચ્છા કેવળ મૃગતૃષ્ણાવત્ છે.