________________
સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં નીચે કહ્યાં એવા કુચારિત્રો પિતાનામાં પ્રત્યક્ષ જેવા છતાં પણ તું વૈરાગ્યને કેમ ન પામ્યું?
उत्पन्नोस्यतिदोषधातुमलवदेहोसि कोपादिवान् साधिव्याधिरसि प्रहीणचरितोऽस्यस्यात्मनोः वञ्चकः । मृत्युव्याप्तमुखान्तरोऽसि जरसा प्रस्तोसि जन्मिन् वृथा किं पत्तोऽस्यसि किं हितारिरहिते किं वासि बद्धस्पृहः ॥५४॥
હે જીવ! આ અપાર અને અથાહ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તે અનેક યેની ધારણ કરી, મહાદેષયુક્ત સપ્ત ધાતુમય મલથી બનેલું એવું તારું આ શરીર છે, ક્રોધાદિ કષાયજન્ય માનસિક અને શારીરિક દુખેથી તું નિરંતર પીડિત છે. હીનાચર, અભક્ષ ભક્ષણ, અને દુરાચારમાં તે નિમગ્ન થઈ રહ્યો છે અને એમ કરી કરીને તું તારા આત્માને જ નિરંતર ઠગી રહ્યો છે. વળી જરાથી ગ્રસ્ત (ગ્રહાએલ) છે. મૃત્યુના મુખ વચ્ચે પડે છે. છતાં વ્યર્થ ઉન્મત્ત થઈ રહ્યો છે, એ જ પરમ આશ્ચર્ય છે ! શું તું આત્મકલ્યાણને કટ્ટો શત્રુ છે? અથવા શું અકલ્યાણને જ વાંછે છે?
સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે, અને તે સંસારી જીવને અનાદિ કાળથી વતી રહ્યું છે. તેથી જ આ વર્તમાન દેહમાં આત્મબુદ્ધિ કરી નવાં નવાં શરીર ધારણ કરી રહ્યો છે.
નરકના જીનું શરીર મહાદુઃખરૂપ અને અનેક રોગનું ધામ છે. દેવેનું શરીર રેગાદિ દુઃખ રહિત છે, પરંતુ તીવ્ર માનસિક દુખેથી તેઓ મહા દુઃખી છે. મનુષ્ય અને તિર્યંચનું શરીર ત્રિદેષ (વાત, પીત્ત, કફ) અને વરાદિ અસંખ્ય રોગનું નિવાસસ્થાન, સપ્ત ધાતુમય અશુચિરૂપ પ્રત્યક્ષ જણાય છે, તેમાં પણ મનુષ્ય શરીર તે પ્રાયે મહા દુરાચારી, જીવઘાતી, નિર્દય પરિણામી, અસત્યવાદી, ચેર, પરદારસેવી, બહુ આરંભી, બહુ પરિગ્રહી અને પરવિજ્ઞસંતોષી છે. એવા દેહથી હે જીવ! તું કેમ રતિ પામી રહ્યો છે? ક્રોધાદિ કષાયથી મહા અવિવેકી બની તું તારું તારા હાથેજ અય કરી કહ્યો છે. ખરેખર તું આત્મઘાતી છે. પિતે પિતાને જ ઠગી અનેક જન્મ મરણ કર્યા, વળી ફરી ફરી એમ જ કરવાના ઉદ્યમમાં પ્રવર્ચા કર્યો–શું તને પરલકનો જરાય ભય નથી ? પ્રત્યક્ષ જરાથી જર્જરિત થઈ મરણ સન્મુખ થઈ રહ્યો છે, છતાં આવી વ્યર્થ ઉન્મત્તતા કેમ ધારી રહ્યો છે? ભાઈ ! અકલ્યાણમાં પ્રવતી તું તારોજ વૈરી ન થા. પરમ પુરુષને મંગળમય આત્મહિતોપદેશ