________________
(૭)
પહેલેથીજ સાવધનતા પૂર્વક કીચડ લાગવા દે નહિ તેને ધન્ય છે. મલિન કીચડ લગાવી પછી તેને ધોઈ સ્વચ્છ કરવાની કલ્પના કેવળ હાંસી પાત્ર છે.
નિર્વાણ વિભૂતિના સાધક મુખ્યપણે નિગ્રંથ મુનિ છે. કારણ ગ્રહવાસમાં નિર્વાણ સાધન બનવું પ્રાયે અસંભવિત છે. એમ સૂત્રકાર કહે છે –
सर्व धर्ममयं कचित् कचिदपि प्रायेण पापात्मकम् काप्येतद्वयवत्करोति चरितं प्रज्ञाधनानामपि । तस्मादेष तदन्धरज्जुवलनं स्नानं गजस्याथवा मत्तोन्मत्तविचेष्टितं न हि हितो गेहाश्रमः सर्वथा ॥४१॥
ગ્રહાશ્રમી જીવન-વાસ્તવ્ય અને પૂર્ણ નિરાકુલતાજન્ય સ્વાધીન સુખ દાતા કેઈ જીવને થતું નથી. જેમ ઉન્મત્ત મનુષ્ય અનેક ચેષ્ટા કરે છે, તેમ બુદ્ધિમાન ગૃહસ્થ પણ અનેક વિવિધ ચારિત્રરૂપ ઉન્મત્ત ચેષ્ટા કરે છે. કેઈ વેળા તે સામાયિક, પૈષધ, અને ઉપવાસાદિ ધર્મ પ્રવૃત્તિ કરી કેવળ ધર્મરૂપ બને છે, તે કઈ વેળા સ્ત્રી સેવનાદિ પાપ પ્રવૃત્તિ કરી પાપરૂપ બને છે. વળી કઈ વેળા પૂજા, પ્રભાવના, ચૈત્ય, ચંત્યાલય બનાવવા આદિ પુણ્યપાપરૂપ મિશ્ર પરિણામ કરે છે. અને એવી ચિત્ર વિચિત્ર પ્રવૃત્તિથી એ ગૃહાશ્રમ “આંધળુ વણે અને વાછડું ચાવે' વાળી કહેવત છે અથવા ગજસ્નાનવત્ મૂર્ખ મનુષ્યની ચેષ્ટા જેવો છે.
જેમ આંધળો મનુષ્ય દેરડું વણે, ત્યારે વાછરડું ચાવતુ ચાવતુ પાછળ ઉખેળતુ જાય–અથવા મત્ત હાથી સુંદર જળાશયમાં સ્નાન કરી બહાર આવી પાછો સૂંઢમાં ધૂળ ભરી પોતાના અંગ ઉપર નાખી મલિન થાય, તેમ ગૃહસ્થાશ્રમપણુમાં થતી ધર્મપ્રવૃત્તિના સાધનમાં પણ જાણવું. ઘડીમાં ધર્મક્રિયારૂપ, ઘડીમાં અધર્મક્રિયારૂપ, અને ઘડીમાં ધર્માધર્મરૂપ મિશ્ર ક્રિયારૂપ તે પ્રવર્તે છે. એ ચિત્ર વિચિત્ર ઉન્મત્ત ચેષ્ટાવાળે ગૃહાશ્રમ વાસ્તવ્ય કલ્યાણ દાતા થાય નહિ, અને તેથી જ તે તજવા ગ્ય છે, પરંતુ જે આશ્રમ જીવને શાશ્વત સંપદાને સાધક થાય તે જ આશ્રમ મુખ્યપણે ઉપકારી છે. ગૃહાશ્રમ શિવસંપદારૂપ શાશ્વત્ દશાને સાધક નહિ પણ બાધક છે, તેથી તેમ એમાં જીવનું ખરેખરૂં આત્મહિત નથી, તેથી તથા અસિ, મસિ, કૃષિ અને વાણિજ્યાદિ ઘણું પ્રવૃત્તિઓ કેવળ દુઃખનીજ સાધક છે, તેથી સમ્યક ઔદાસીન્ય પરિણામરૂપ અને કેવળ નિરાકુળતાજન્ય સ્વાધીન સુખના અભિલાષી મુમુક્ષુએ તે છેડવા ગ્ય છે.