________________
(૩૫)
स धर्मो यत्र नाधर्मस्तत्सुखं यत्र नासुखम् । तज्ज्ञानं यत्र नाज्ञानं सा गतिर्यत्र नागतिः ॥ ४६॥ ધર્મ તો એજ છે કે–જ્યાં અધર્મને લેશ નથી, સુખ તે એજ છે કે– જ્યાં દુઃખને અંશ નથી, જ્ઞાન તે એજ કહી શકાય કે જેમાં અજ્ઞાનની કણિકા નથી અને વાસ્તવ્ય ગતિ તે એજ છે કે જ્યાંથી ફરી આગતિ (આવાગમન ) નથી. - જ્યાં લેશ માત્ર પણ હિંસાદિ પા૫ છે, ત્યાં ધર્મ નથી. જ્યાં ચિત્ર વિચિત્ર સંકલેષ પરિણામ વતે છે ત્યાં સુખ કયાંથી? જ્યાં સદેહાદિરૂપ અજ્ઞાન વર્તે છે, ત્યાં જ્ઞાન નથી. અને જ્યાંથી વારે વારે આવવું જવું થયા કરે તે ગતિ જ નથી.
પ્રભુ! તમે પ્રરુપણ કર્યો એવાં અવિનાશિ સુખાદિ તે કષ્ટ સાધ્ય જણાય છે, અને અમે માનેલાં ધનાદિ સુખનું ઉપાર્જન તે સુખ સાધ્ય અમને લાગે છે તે તે ધનાદિ ઉપ્તન્ન કરવાની પ્રવૃત્તિ અમે કરીએ એમાં હાનિ શું? " દયાળુ શ્રી ગુરુ સંબોધન કરે છે કે
वार्तादिभिर्विषयलोलविचारशून्यः क्लिश्नासि यन्मुहुरिहार्थपरिग्रहार्थम् । तच्चेष्टितं यदि सकृत्परलोक बुध्दया
न प्राप्यते ननु पुनर्जननादि दुःखम् ।। ४७॥ હે-વિષયના લાલચુ ! તું અવિચાર પૂર્વક અસિ, મસિ, કૃષિ, અને વાણિજ્યાદિ ઉદ્યમ કરી આ લેકમાં ધન પ્રાપ્ત કરવા અથે વારંવાર કલેષ કર્યા કરે છે, તે જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલકને અથે કરે તે આ જન્મમરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ન પામે. ભાઈ! આ કથન ઉપર વિશ્વાસ લાવી તે ધનાદિ વિનાશિ સંપદા પ્રાપ્ત કરવાનું ભયંકર દુઃખ છેડી એક વાર વાસ્તવ્ય ધર્મ સાધન સાધ્ય કરવાનું પ્રયત્ન કર !
પરલેકના ઉપાયમાં દ્રઢતા ઉત્પન્ન કરવા શ્રી આચાર્ય મહારાજ પ્રથમ શિષ્યને બાહ્ય પદાર્થો પ્રત્યેને રાગદ્વેષ છેડવાની શિક્ષા દે છે –
संकल्प्येदमनिष्टमिष्टमिदमित्याज्ञातयाथात्मको वाह्ये वस्तुनि किं वृथैव गमयस्यासज्य कालं मुहुः । अंतःशांतिमुपैहि यावददयप्राप्तान्तकप्रस्फुरज् ज्वालाभिषणजाठरानलमुखे भस्मीभवेनो भवान् ॥४८॥