________________
(૨૦) { યોગ્ય નથી. (પ્રશ્ન) વિષય સેવન કરવા છતાં પણ ધર્મ સેવન બની શકે છે, તે વિષયાદિ પ્રાપ્ત ભેગસામગ્રી છોડી મહા પુરુષે મુનિપર શા માટે ગ્રહણ કરે છે?
(ઉત્તર) નર્ક, તિર્યંચાદિ માઠી ગતિના કારણરૂપ એવા અતિ તીવ્ર પાપબંધને ગૃહસ્થ અવસ્થામાં સમ્યક ધર્મસાધન કરવાથી અભાવ થઈ શકે છે. પરંતુ સ્વર્ગાદિ અને પરંપરા મેક્ષના હેતુભૂત એ શાશ્વત સુખદાતા ધર્મ મુખ્યપણે સર્વવિરતિપણાથી પ્રાચે સધાય છે. ધર્મવૃદ્ધિ કરી જે જીવ સાક્ષાત્ મેક્ષને ઈચ્છે છે, તેણે તે સર્વ વિષયાદિ છેડી અણગારત્વ અંગીકાર કરવું એજ યોગ્ય છે. એ દશા જ્યાં સુધી પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી ભાવમાં એજ દશા પ્રાપ્તિની ભાવનાપૂર્વક દેશે દેશે ગૃહસ્થધર્મ આરાધ એ પણ યોગ્ય છે.
અહિ કઈ તર્ક કરે કે ધર્મથી સુખપ્રાપ્તિ આપ કહે છે, તેમ શિકારાદિ કાર્યથી પણ સુખ થતું અમે દેખીયે છીયે, અનુભવીયે છીયે, તે ધર્મ ઘાતક આરંભાદિકથી પાપ થાય છે, એમ આપ શામાટે કહે છે. કારણુ પાપના કારણમાં અને સુખના કારણમાં પરસ્પર વિરોધ છે. ટુંકામાં શિકારાદિ હિસારૂપ કાર્યથી પણ ધર્મસેવનવત્ સુખ પ્રાપ્તિની સિદ્ધિ થાય છે. તેનું સમાધાનઃ
अप्येतन्मृगयादिकं यदि तब प्रत्यक्षदुःखास्पदम् पापैराचरितं पुरातिभयदं सौख्याय संकल्पतः । . संकल्पं तमनुज्झितेंद्रियमुखैरासेविते धीधनै
धर्म्य कर्मणि किं करोति न भवान् लोकद्वयश्रेयसि ॥२८॥ શિકારાદિ કાર્યમાં હે ભાઈ! તું સુખ અનુભવ કરે છે એજ તારી મૂઢતા છે. દુઃખમાં સુખનો આસ્વાદ માન એજ મૂઢતા. એ શિકારાદિ કાર્ય પ્રત્યક્ષ દુઃખનું જ ઠેકાણું છે. માત્ર હિતાહિતના વિવેક હિત મૂર્ખ અને પાપી જી એ માગે વળે છે. નર્નાદિ ઘોર દુઃખના ભાવિ ભયનું એ સ્થાન છે. કેવળ મિથ્યા સંક૯પ માત્રથી મનમાં ઉલ્લાસ આવે છે, અને તેથી તેને તે સુખના હેતુરૂપ લાગે છે. જે સંકલપને તું અધર્મ છતાં ધર્મરૂપે, અને દુઃખ છતાં સુખરૂપે સ્વમતિથી સ્થાપન કરે છે, તે જ સંકલ્પને તું ધર્મકાર્યમાં કેમ ન લગાવી શકે? ઇંદ્રિય અને અતીન્દ્રિય સુખના પરમ કારણરૂપ એવા એ પવિત્ર ધર્મને માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષ હોય તે જ સેવન કરી શકે છે. વાસ્તવ્ય તે ધર્મ એ જ આ લેક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે.