________________
(૨૩) છે. એ લેક વિરૂદ્ધ કાર્યો છોડવાથી યશ પણ પ્રાપ્ત થાય છે, અને તે પાતકના ત્યાગથી અનાદિની પરમ આકુળતા સહેજે મટે છે. કારણું એ પાતકે સ્વયં આકુળતારૂપ છે. આકુળતા મટવાથી આત્માને સ્વયં સુખ જ અનુભવાય છે. તથા શાતા વેદનીયાદિ પુણ્યબંધ થાય છે. આ લેક અને પરલોકમાં એ મહા પાપના ત્યાગને પરમ હિતકારી જાણીને, હે ભવ્ય! તું તેનો ત્યાગ કર.
વતી પુરુષને ઉપસર્ગ આવે તે વેળા પિતાની રક્ષા અર્થે હિંસાજૂઠઆદિ પાપ કદાચિત્ થઈ જાય છે તે પ્રસંગે તે શું કરે?
पुण्यं कुरुष्व कृतपुण्यमनीदृशोऽपि नोपद्रवोऽभिभवति प्रभवेच्च भूत्यै । संतापयन् जगदशेषमशीतरश्मिः
पदुमेषु पश्य विदधाति विकासलक्ष्मीम् ॥ ३१ ॥ હે ભવ્યાત્મા ! જો તું સુખને અભિલાષી હોય તે પુણ્ય કર. પુણ્યવાન જીવને પ્રબળ ઉપસર્ગ પણ પીડા આપી શકતું નથી. પરંતુ એજ ઉપસર્ગ કેઈ વેળા તેને મહાન વિભૂતિ પ્રાપ્ત થવાનું નિમિત્ત થઈ પડે છે. જેમ સમસ્ત જગતને આતાપ આપનારે સૂર્ય, કમળ જેવા કુમળા પુષ્પને વિકસાવવા નિમિત્તરૂપ થાય છે.
જે ઉપસર્ગ દુઃખનું કારણ છે, તે પુણ્યવાન જીવને દુઃખ ઉપજાવવા સમર્થ નથી. જેમ અન્યને આતાપ ઉપજાવનારે સૂર્ય કમળને પ્રફલિત કરે છે. જેઓને પાપનો જ ઉદય વતે છે, તેમને જ એ ઉપદ્રવ દુઃખદાતા બને છે. પરંતુ પુણ્યોદય પ્રાપ્ત જીવને તો ઉલટ વિભૂતિનો આપનાર થઈ પડે છે. જગતમાં ઘણે ઠેકાણે પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે-જે ઉપદ્રવથી સર્વને મોટું દુઃખ થાય છે, તે જ ઉપદ્રવથી જેને પુણ્યોદય વતે છે તેને વિપુલ ધનાદિક પ્રાપ્ત થાય છે. એવું સમજીને ધર્માત્મા પુરુષે તે ઉપસર્ગ આવવા છતાં પણ ધર્મને છેડી હિંસાદિરૂપ પાપ કાર્યોમાં પ્રવર્તવું ઉચિત નથી.
અહિં શંકાકાર કહે છે કે સમર્થ શત્રુઓને દૂર કરી વિષમ ઉપસર્ગ નિવારવામાં એક પુરુષાર્થ જ સમર્થ છે, તો પુણ્યથી જ સર્વ સિદ્ધિ છે, એમ કેમ મનાય ? એવા એકાંત પુરુષાર્થવાદીને આચાર્ય ભગવાન
नेता यस्य बृहस्पतिः प्रहरणं वज्रं सुराः सैनिकाः स्वर्गो दुर्गमनुग्रहः खलु हरेरैरावणो वारणः ।