________________
(૨૬) { अहोमुग्धोलोको मृतिजननदंष्ट्रान्तरगतो न पश्यत्यश्रान्तं तनुमपहरन्तं यमममुम् ॥३४॥ રાજ્ય પદ આદિ મૃગજળવત્ કલ્પીત સુખને અર્થે પિતા તો પુત્રને અને પુત્ર પિતાને હણે છે–ઠગે છે. મેહથી અંધ થઈ તે કલ્પિત અને ક્ષણવિનાશી સુખને (સુખાભાસને) નિરંતર વાંચ્યું છે. આચાર્ય ભગવાન કરુણુદ્ર સ્વરે કહે છે કે અહે મુગ્ધ લોકો! સંસારરૂપી નાટય ભૂમિ ઉપર અનેક મનુષ્યો નાચતા નાચતા યમના ખોળે હમેશાને માટે સૂવે છે, અરે! તમારુ આ શરીર પણ યમની ભયંકર દાઢમાં રમી રહ્યું છે, તે શું તમે જોતા નથી?
જેમ કેઈ હરિણાદિ નિર્બળ પશુ સિહની ભયંકર દાઢમાં પડ્યું છતાં જીવનને કાંઈ વિચાર નહિ કરતાં ક્રીડા કરવાને ઉપાય કરે છે, એ પરમ આશ્ચય છે, તેમ જન્મ મરણરૂપ ભયંકર યમની દાઢમાં ફસાયેલા એ મૂર્ખ જીવ પણ પ્રતિક્ષણે જીવનને હણવા વાળા યમનો (કાળનો) જરાય વિચાર કરતો નથી, અને ચપળ, દુઃખદ અને વિનાશી એવા રાજ્ય, ધનાદિ અથે નાના પ્રકારના ઉપાયોની ગડમથલમાં રમ્યા કરે છે, પણ કાળને જરાય વિચાર કરતો નથી, એ પરમ આશ્ચર્ય છે! મૂર્ણપણને છેડી પ્રતિક્ષણ યમનું ચિતવન રાખવું, અને વિષયાદિ વાંચ્છા જેમ બને તેમ સર્વથા રોકી વાસ્તવિક આત્મહિતાર્થે પ્રવર્તવું એજ ઉચિત છે.
વિષયાંધ જીવ પિતાના પુત્રાદિને પણ પ્રાણુનાશ કરવા જેવા અકાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેનું શું કારણ? શ્રી આચાર્ય ભગવાન તેનું સમાધાન કરે છે –
अन्धादयं महानन्धो विषयान्धीकृतेक्षणः। चक्षुषान्धो न जानाति विषयान्धो न केनचित् ॥३५॥
અંધ મનુષ્ય તો નેત્રથી દેખાતું નથી, પણ વિષયાંધ મનુષ્ય કઈ પ્રકારે દેખી શકતો નથી, એટલે તે સર્વ અધોમાં પણ મહા અધ છે.
મેહથી કેવળ અંધ થયાં છે સમ્યકજ્ઞાનરૂપ નેત્ર જેનાં એ મેહાંધ જીવ સર્વ અધેમાં પણ મહાન અંધ છે. ચક્ષુ અંધ મનુષ્યને તે માત્ર નેત્રથી સૂઝતું નથી, પણ મનથી વિચારવું, કાનથી સાંભળવું, ઈત્યાદિક જ્ઞાન તો હોય છે, કે જે વડે તે હેયોપાદેયનો વિવેક કરી શકે–આંખથી આંધળે મનુષ્ય મનથી વિચાર કરે તો ભાસે, કઈ શિક્ષા આપવાવાળો મળી આવે તે દેખવા જાણવા જેવું નિમિત્ત બને, પરંતુ