________________
इत्याश्चर्यबलान्वितोऽपि बलिभिद्भग्नः परैः संगरे
तद् व्यक्तं ननु दैवमेव शरणं दिग्धिग्था पौरुषम् ॥३२॥ બૃહસ્પતિ જે જેને મંત્રી છે, વા જેવું જેને શસ્ત્ર છે, દેવ જેના સૈન્ય વિષે સૈનિક છે, સ્વર્ગ જેને કિલે છે, હરિનો જેને પૂર્ણ અનુગ્રહ છે, અને ઐરાવત જેને હાથી છે, એવા અનુપમ અને આશ્ચર્યકારક બળ સહિત જે ઈંદ્ર તે પણ સંગ્રામ વિષે શત્રુઓથી પરાભવને પામ્યો તો અન્યનું શું કહેવું? તેથી નિશ્ચય એમ સિદ્ધ થાય છે કે પુણ્યોદય એજ જીને પરમ રક્ષક છે.
પુણ્યોદય વિના નિષ્ફળ એવા પુરુષાર્થને ધિકાર છે, ધિક્કાર !
જે જીવે માત્ર એકાંતે પુરુષાર્થથી જ દુઃખ નિરવાણુ થાય છે, એમ માનીને પિનાનો યોજેલે પુરુષાર્થ સિદ્ધ કરવા ભણી સતત પ્રયત્ન કરી રહ્યા છે, તે જીવોને ગ્રંથકાર કહે છે કે –ભાઈ! ભાગ્ય વિના કેવળ પુરુષાર્થ નિષ્ફળ છે. પરંતુ પુણ્યના ઉદયમાંજ પુરુષાર્થ કાર્યકારી છે. પુણ્યોદય સિવાય પુરુષાર્થ ઈચ્છીત સિદ્ધિ આપતો નથી. અહીં અન્ય સંપ્રદાયના દષ્ટાંતે આચાર્ય મહારાજ સમજાવે છે કે–તેત્રીસ કેટી દેવામાં પણ બળવાન એ ઈદ્રિ તે પણ સંગ્રામ વિષે દૈત્યોથી પરાભવને પામ્યો, વળી જૈન ગ્રંથોમાં પણ એ જ પાઠાંતરે એક દષ્ટાંત છે કે એક ઇંદ્ર નામધારી વિદ્યાધરે, પિતાના રાજ્યશાસનમાં મંત્રીનું નામ તો બૃહસ્પતિ, ચાર દિશાના (પ્રાંતના) ચાર સુબેદારને ચાર લોકપાલ, અને રાજ્ય સભાને ઈંદ્રસભા એવી સંજ્ઞા આપી હતી. એમ પિતાના વિપુલ બળથી ગર્વિત થઈ પિતાને સાક્ષાત્ ઈંદ્રસમ માની રહ્યો હતો. પિતાના રાજ્યમાં પણ દ્રિક જેવી રચના કરી હતી. એ એ વિપુલ પુરુષાર્થ સંપન્ન વિદ્યાધર પણ રાવણથી પરાભવ પામ્યો, તે પુણ્યને મુખ્યપણે કાર્યકારી જાણીને પુણ્યસાધન કરવું એ જ યોગ્ય છે.
અહિં કેઈ કહે કે અમે તે હિંસાદિનો ત્યાગ કેઈમાં દીઠે નહિ, વાસ્તવિક અહિંસાદિ ધર્મના સાધક પણ અસંભવિત લાગે છે. અહિંસાદિક ધર્મવાર્તા માત્ર ધર્મગ્રંથોમાં સાંભળવામાં આવે છે, એમ વર્તમાનમાં ધર્માચરણનું અસંભાવ્યપણું માનવાવાળા જીવને ગ્રંથકાર કહે છે કે –
भर्तारः कुलपर्वता इव भुवो मोहं विहाय स्वयं रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवित्तस्पृहाः । स्पृष्टाः कैरपि नो नभोविर्भूतयाविश्वस्य विश्रान्तये सन्त्यद्यापि चिरन्तनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥३३॥