________________
(૨૭) વિષય વાસનાથી જીવ એ અંધ થાય છે કે કઈ પ્રકારે તેને હેપાદેયરૂપ વિવેક જ્ઞાન થતું નથી. કેઈને ગણતે પણ નથી. ચક્ષુઅંધપણું જગતમાં જેટલું દુઃખરૂપ અને ખરાબ છે, તેથી અનંતગણું દુઃખરૂપ અને ખરાબ વિષયાંધપણું છે. ' હે ભવ્ય ! વિષયાકાંક્ષા અર્થે તારી જે આ પ્રવૃત્તિ છે તે વ્યર્થ છે, કારણ એવી વાંચ્છા તે જગતનાં પ્રાણી માત્રમાં વર્તે છે. પરંતુ એ વાંચ્છાનુસાર સર્વ વાંચ્છિત સિદ્ધિ તેઓમાંના કેઈને પણ આજ સુધીમાં થઇ છે?
મારા પ્રતિકાર મિત્ વિશ્વમથુપમ | कस्य किं कियदायाति वृथा वो विषयैषिता ॥३६॥
હે પ્રાણી! પ્રાઃ પ્રત્યેક પ્રાણીઓનાં અંતઃકરણ એ આશારૂપ મહાન, ગહન, ગંભીર અને અતિ ઊંડા ગર્ત (કૂવા) છે. વળી તે અમર્યાદિત છે. જેમાંના એક ગર્તમાં આ ત્રણે લેકની સમસ્ત વિભૂતિ માત્ર એક અણું સમાન સુક્ષ્મપણે વર્તે છે. અને જગતવાસી પ્રાણી તો અનંતા અનંત છે, તે એ ત્રણલેકની સમસ્ત વિભૂતિની વહેંચણી કરતાં કોને કોને કેટલી કેટલી આવે? અર્થાત્ ત્રણ લોકની સમસ્ત વિભૂતિ કદાચ એક પ્રાણીના હાથમાં આવી જાય, તો પણ તેની તૃષ્ણા શાંત થાય નહિ. ધનાદિ સર્વ સંપત્તિ જગતમાં સંખ્યાત છે, જ્યારે તેના ગ્રાહક અનંતાનંત છે. માટે હે આત્મા ! તારી એ વિષયની આકાંક્ષા વ્યર્થ છે.
આ સમસ્ત ત્રણે લોકમાં ગ્રાહકના પ્રમાણમાં ગણતાં વિભૂતિ તે માત્ર અપ છે, જ્યારે દરેક જીવને આશારૂપ મહાન કૂ ઘણે ઊંડે અને અગાધ છે, કે જેમાં ગેલેક્યની સઘળી વિભૂતિ માત્ર એક અણું સમાન છે. કહે હવે તે સંપત્તિ કેના તેના ભાગમાં કેટલી કેટલી આવે? કે જેથી એ આશારૂપ અતિ વિસ્તીર્ણ કુ પૂર્ણ ભરાય? તેથી હે ભવ્ય! તારી એ વિષયાકાંક્ષા કેવળ વૃથા છે. એ વિષયાકાંક્ષારૂપ કે ઘણે અમર્યાદિત ઊંડે દેખીને જ પૂર્વમહાપુરુષે તે સુખની અભિલાષા છેડી સ્વાત્મશાંતિરૂપ, નિરાકુળતાજન્ય, પવિત્ર અસંગ માર્ગમાં સમ્યક્ પ્રકારે પ્રવર્યા. કારણ તેઓ વિવેક પૂર્વક જાણતા હતા કે-આ દુઃખદ વિષયસુખમાં પ્રવર્તવા જતાં અનેક નવાં નવાં અને રંગબેરંગ શરીર ધારણ કરવાં પડશે. અને આ આકાંક્ષારૂપ દુઃખ તે ભાવમાં પણ એમને એમ ઊભું રહેશે. એમ સમજી સ્વાત્મકલ્યાણુરૂપ અસંગ અને શાંત માર્ગમાં દ્રઢચિત્ત થયા.