________________
(૮) { आयु श्रीवपुरादिकं यदि भवेत्पुण्यं पुरोपार्जितम् स्यात्सर्व न भवेन्न तच्च नितरामायासितेऽप्यात्मनि । इत्यार्थ्याः सुविचार्य कार्यकुशलाः कार्येऽत्रमन्दोद्यमाः द्रागागामिभवार्थमेव सततं प्रीत्या यतन्तेतराम् ॥ ३७॥
જીવને દીર્ઘ આયુ, લક્ષ્મી, નિરંગ અને સુંદર શરીર ઈત્યાદિક માત્ર એક પૂર્વોપાજીત પુણ્યના ઉદયથીજ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જેણે પૂર્વે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેને જ એ સર્વ વિભૂતિ પ્રાપ્ત થાય છે. અન્યથા અનેક પ્રકારે ઉદ્યમ કરવા છતાં અને ખેદખિન્ન થવા છતાં પણ કંઈ પણ પ્રાપ્ત થતી નથી. સ્વકાર્યકુશલ ઉત્તમ પુરુષો એમ વિચાર કરીને વર્તમાન આયુમાં એ વિભૂતિ મેળવવા ભણું મંદ ઉદ્યમી થાય છે. અને ભાવી ભવના સુખને અર્થે પ્રીતિથી યત્ન કરે છે.
પૂર્વ ભવ વિષે જેણે દયા, દાન, તપ આદિ શુભ પ્રવૃત્તિ કરી વિશેષ પુણ્યોપાર્જન કર્યું હોય, તેનેજ દીર્ઘ આયુ, સુંદર અને નિરેગ શરીર, અને ધનાદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ હીણપુણ્ય જીવ ભલે ઘણે ઉદ્યમ કરે, અને અતિ ખેદખિન્ન થાય તો પણ કાંઈ પ્રાપ્ત કરી શકે નહિ. એમ વિચારી વિવેકી પુરુષે આ ભવના કાર્ય વિષે મંદ ઉદ્યમી થાય છે. અને ભાવિ ભવ સુધારવા માટે અતિશય પ્રીતિ પૂર્વક વિશેષ યત્ન સહિત શુભ પ્રવૃત્તિ વિષે સાવધાન થાય છે. - શિષ્ય પ્રશ્ન કરે છે કે–પૂર્વપુણ્યદયપ્રાસ વર્તમાન સુખ સાધનરૂપ વિષયાદિ સુખમાં મંદ ઉદ્યમી શા માટે રહેવું? કારણું વર્તમાનમાં મંદ ઉદ્યમી રહીને પણ ધર્મ પ્રયત્ન કરીને ભાવમાં પણ આજ સુખ સામગ્રી મેળવવી છે ને? શંકાકારના હદયમાં હજુ વિષય સુખ સામગ્રી રમી રહી છે, અને ઉપરોક્ત ઉપદેશ પણ જાણે એજ સુખ પ્રાપ્તિને અર્થે અપાય છે, એમ સમજે છે. વિષયાદિ તુચ્છ ભાવનું વિરેચન કરાવનારાં એવાં નિગ્રંથ વચનામૃતોને આશય સમજ્યા વિના ભાવિમાં એજ સુખની સાધના અર્થે જે છે. એવા તુચ્છ વિષયાસક્ત પણ ભવ્ય આત્માને ભગવાન આચાર્ય નીચેના કાવ્યથી સંબોધે છે કે –
कास्वादो विषयेष्वसौ कटुविषःप्रख्येष्वलं दुःखिना मानन्वेष्टुमिव त्वयाशुचिकृतं येनाभिमानामृतम् । अज्ञातं करणैर्मनःप्रणिधिभीः पित्तज्वराविष्टवत् कष्टं रागरसैः सुधीस्त्वमपि सन् व्यत्यासितास्वादनः ॥३८॥