________________
(૨૫)
પૂર્વ મહાપુરુષોની શિષ્યપ્રશિષ્ય પરંપરામાં તેઓના નિર્દોષ અને પવિત્ર માર્ગ વિષે પ્રવર્તતા એવા કઈ કઈ વિરલ સપુરુષ આ કઠણ કાળમાં આજે પણ પ્રત્યક્ષ મળી આવે છે. તે પુરુષ કેવા છે? જેમ કુલાચલ પર્વત પૃથ્વીને ધારણ કરે છે, છતાં પૃથ્વી પ્રત્યે નિર્મોહ છે, તેમ પુરુષ પણ પૃથ્વીવાસી ને તેમના જ હિત વિષે લગાવી તેમનું પષણ કરે છે, છતાં તે જીવો પ્રત્યે નિર્મોહ છે, વળી તેઓ સમુદ્રની જેમ રત્નના નિધિ છે. સમુદ્ર જે બહુમુલ્ય મેતી આદિ રત્નોની ખાણ છે, છતાં વાંચ્છા રહિત છે, તેમ પુરુષ પણ સમ્યદર્શનાદિક અનેક ગુણ રત્નની ખાણ છે. અને વળી ધનાદિ વાંચ્છા રહિત છે, વળી આકાશની જેમ અલિપ્ત છે, આકાશ અન્ય સર્વ પદાર્થોથી અસ્પૃશ્ય અને અલિપ્ત છે, છતાં તેની વિભૂતા અને પરમ મહત્તા તો એ છે કેતે સર્વ જગતનું વિશ્રાંતિ સ્થાન છે, અને એજ તેનું વડપણ છે. તેમ સપુરુષ પણ સર્વ જગત્ના દુઃખને દૂર કરવાનું ઠેકાણું છે, છતાં તે સર્વ જગત્ અને જગના ભાવોથી અલિપ્ત છે, એ જ એનું પરમ મહત્ત્વ છે. એવા કેટલાક પુરુષ આજે પણ મળી આવે છે.
જે કાળમાં આ આત્માનુશાસન ગ્રંથની રચના થઈ તે કાળમાં પણું યથાર્થ મુનિધર્મને ધારણ કરવાવાળા જ બહુજ ચેડા હતા, પણ શિથિલાચારી ઘણુ હતા. તેવા અવસરે કેઈએ તર્ક કર્યો કે-મુનિ ધર્મ તો ઘણું કઠણ છે, તે ધર્મ આચરણની તો માત્ર બહુ જુના જમાનાની વાતોજ સાંભળવામાં આવે છે. પણ કોઈ તેવા ધર્માચરણું યુક્ત પુરુષ આજે પ્રત્યક્ષ દેખાતા નથી, એ તર્ક કરનાર પ્રત્યે શ્રી આચાર્ય ભગવાન કહે છે કે આજે પણ શ્રી જિનક્તિ મુનિ ધર્મને ધારણ કરવાવાળા કેઈક કોઈક મહાત્માઓ પ્રત્યક્ષ મળી આવે છે. તે તે ધર્મને અભાવ માની માત્ર શિથિલાચારને જ પુષ્ટ કરે છે. કેઈ કઈ ક્ષેત્રમાં અને કઈ કઈ કાળમાં કદાચ ધર્માત્મા જીવ થડા હોય તો પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે જેમ છે તેમ સદાય શાશ્વત છે. હે ભવ્ય! આજે આ કાળમાં ધર્મની સંભાવના છે, આમ વ્યર્થ કલ્પના કરી તારા શિથિલાચારને શા માટે પુષ્ટ કરે છે?
આગળ તે મહાપુરુષોએ આચર્યો એ પવિત્ર, શાંત, અને સુખદ મોક્ષમાર્ગ તેથી અજાણ અને વિમુખ એ જે મેહમુગ્ધ જીવ-સંસારની વાસ્તવિક સ્થિતિને નહિ જાણત, નહિ દેખતે, સંસારમાં રહી કેવાં કેવાં વળખાં મારે છે, તે શ્રી આચાર્ય મહારાજ કહે છે –
पिता पुत्रं पुत्रः पितरमभिसंधाय बहुधा विमोहादीहेते सुखलवमवाप्तुं नृपपदम् ।