________________
(૧૮) { કરે. તે ધર્મ સંચય નવ પ્રકારથી થઈ શકવા યોગ્ય છે. મન વચન અને કાયાની ધર્મપ્રવત્તિ કૃત, કારીત અને અનુમોદના દ્વારા નવ પ્રકારે થઈ શકે તેમાં આપણાથી જે પ્રકારે જે ધર્મ પ્રવૃત્તિ બને તે યથાશક્તિ કરી અવશ્ય આચરવી, એમ અનંતર અને પરંપર પરમ સુખના કારણરૂપ એ એ પવિત્ર ધર્મ સમ્ય-પ્રકારે નિરંતર સંચય કરવે જીવને ઈષ્ટ છે. એક પ્રકારે બને તે એક પ્રકારે, થેડે તો થડે પણ જેટલે બને તેટલો ધર્મ સંચય અવશ્ય કરે ઘટે. પણ ભાઈ! તું ધર્મ આચરવામાં કઠણુતા બતાવી ધર્મ સાધનમાં નિરુદ્યમી થાય તે તને ભવિષ્યમાં તેમ વર્તમાનમાં ઠીક નથી. જેમ નિરુદ્યમી પુરુષ દરિદ્રી થઈ દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ તું પણ ધર્મદરિદ્રી થઈ ભવિષ્યમાં નકદિ ભયંકર દુઃખને પામીશ અને વર્તમાનમાં પણ અતિ તીવ્ર આકુળતાજન્ય ભયંકર દુઃખને અનુભવીશ; માટે આ અમુલ્ય અવસરે ધર્મ સંગ્રહ અવશ્ય કરવા યોગ્ય છે.
હવે આચાર્ય મહારાજ ધર્મ બુદ્ધિ અને અધર્મબુદ્ધિના ફળનું વર્ણન કરે છે –
धर्मों वसेन्मनसि यावदलं स ताव । द्धन्ता न हन्तुरपिपश्य गतेऽथ तस्मिन् ॥ दृष्टा परस्परहतिर्जनकात्मजानां ।
रक्षा ततोऽस्य जगतः खलु धमे एव ॥२६॥ હે મહાનુભાવ! જ્યાં સુધી હદયમાં ધર્મ પરિણામ અતિશયરૂપથી રમે છે, ત્યાં સુધી તે જીવ પિતાના ઘાતક જીવ પ્રત્યે પણ ક્ષમારૂપ પરિણામ રાખે છે, અર્થાત્ પિતાને મારવાવાળાને પણ તે મારતો નથી.
માર” એ શબ્દ જ એના ભાવમાં સુહાત નથી. સર્વ જીવ રક્ષક પવિત્ર ધર્મપરિણામ હદયમાંથી ગયા પછી પિતા હોય તે પુત્રને અને પુત્ર પિતાનો પણ ઘાતક થઈ જાય છે. એથી સિદ્ધ થાય છે કે ધર્મ એ જ જગત્ આખાને રક્ષક છે.
જીવ માત્રમાં જે ધર્મબુદ્ધિ હોય તે આ જગતમાં કઈ કેઈને કિંચિત્ પણ નહિ દુભાવતાં ઉલટા અરસ્પરસ સુખના સહાયક થાય. પણ ધર્મબુદ્ધિ વિનાના જીવ એક બીજાને કલેષના કારણરૂપ અને ઘાતક બની જાય છે. બળવાનથી નિર્બળ પ્રાણુઓનું રક્ષણ માત્ર એક ધર્મ જ કરે છે. અન્યથા બળવાન નિર્બળને ખાઈ જાય; અને તે બળવાનથી બળવાન હોય તે પેલા બળવાનને મારે. એમ ઉત્તરોત્તર આખા લેક નષ્ટ થઈ જાય, અને જગતમાં મહાન જાદવાસ્થળી મ. શાંતિ અને સુખ સર્વસ્વ નષ્ટ થાય. જીવને અરસ્પરસ હદયમાં જે રક્ષાના પરિણામ