________________
(૧૬) { પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષ પરિણામને જ કહે છે. તે હે ભાઈ! પાપને નાશ અને પુણ્યને સંચય રૂડાપ્રકારે કરો એ ગ્ય છે.
કોઈ ધર્મભીરુ આત્મા એમ માને છે કે શરીરસામર્થ્ય, ધન અને અન્ય સહાય ઈત્યાદિ વિના ધર્મસાધન થઈ શકે નહિ” પણ એ માન્યતા માત્ર એને ભ્રમ છે. આવા પરાવલંબીઓ પ્રત્યે શ્રી આચાર્યભગવાન કહે છે કે કેવી પરને દેષ દઈ શ્રી વીતરાગદેવપ્રણિત પવિત્ર બંધને નિરર્થક ન કરે ! વાસ્તવિક તે એ છે કે-પુણ્ય અને પાપનું મુખ્ય કારણું પરિણામ જ છે. તે હે ભવ્યાત્મા! અશુભ પરિણામ છોડી શુભ પરિણામમાં પ્રવૃત્તિ કર, કે જેથી પુણ્યને સંચય અને પાપનો નાશ થાય. આમ કરવામાં તને દ્રવ્યાદિ પરસાધનની એકેની જરૂર નથી. તું તારા પુરુષાર્થને જાગ્રત કર તે ધર્મસાધન આપોઆપ પ્રાપ્ત થશે.
ધર્મસાધનને બદલે વિષયાદિસુખ ભેગવતા મહમુગ્ધ આત્માની તુચ્છતા બતાવતાં ભગવાન આચાર્ય કહે છે કે –
कृत्वा धर्मविघातं विषयसुखान्यनुभवन्ति ये मोहात् ।
आच्छिद्य तरु मूलात्फलानि गृह्णन्ति ते पापाः ॥२४॥ જે જીવ તીવ્ર મેહથી ધર્મને ઘાત કરી વિષયાદિસુખેને ભગવે છે, તે પાપી ઝાડને મૂળથી કાપી તેના ફળોને ગૃદ્ધિતા (અતિ લાલસા) પૂર્વક ગ્રહણ કરે છે. એવા તુચ્છ જીવાત્માઓની ઉક્ત પ્રવૃત્તિ ઘણી જ શેચનીય છે.
જેમ કેઈ પાપાત્મા ફળને તે ઇચ્છે છે, પણ ઝાડને જડમૂળથી કાપી ફળ ગ્રહણ કરે છે, તેમ મૂર્ખજીવ સુખની લાલસામાં પાપવૃદ્ધિપૂર્વક ધર્મનો ઘાત કરી ધર્મથી ઉત્પન્ન થયેલા સુખને ભેગવે છે. અહિ શ્રીમાન આચાર્ય કહે છે કે-હે ભવ્યાત્મન ! તું ઝાડને કાપ અથવા રાખ્ય, પણ ફળ તો તેના ઉપર જેટલાં લાગ્યાં હશે તેટલાં જ હાથ આવશે. પણ તે ઝાડને કાપવાથી ભાવિ મળવાયોગ્ય ફળ બંધ થશે. પરંતુ તે ઝાડની રક્ષા કરવાથી વર્તમાન તેમ ભવિષ્યમાં પણ ફળપ્રાપ્તિ થતી રહેશે. તેમ તું ધર્મનો નાશ કર, વા રક્ષણું કર; સુખ તે જેટલું સત હશે તેટલું જ થશે. વધારામાં ધર્મનાશથી ભાવિ સુખપ્રાપ્તિ તને અટકી જશે. પણ જે ધર્મની રક્ષાપૂર્વક સુખ ભેગવીશ તે વર્તમાન તેમ ભાવિ એ બંને સ્થિતિમાં તું સુખી થઈશ. (પ્રશ્ન)