________________
(૧૪) { ધર્મરૂપ પુષ્પવાટીકામાં સમ્યકત્વાદિ વૃક્ષોનાં ઈદ્રિય વિષય સુખરૂપ ફળ છે. તે એ સુખદાતા વૃક્ષની રક્ષા કરી તેના ફળને જ વીણી વીણીને તું ગ્રહણ કર. ઉત્તમવૃક્ષોની રક્ષા કરી ડાહ્યો મનુષ્ય તેના ફળને ગ્રહણ કરે છે. તેમ જે ધર્મના અગથી સુખરૂપ ઈચ્છિતફળ ઉત્પન્ન થાય છે તે ધર્મના અંગેની રક્ષા કરી તેનાથી ઉત્પન્ન થયેલું એવું સુખરૂપ ફળ તું ભેગવ કે જેથી તે સુખ નિરંતર ટકે.
વિષયસુખ વાંચ્છક જીના હદયમાં આ પણ એક શંકા છે કે – ધર્મ કરતાં પ્રાપ્ત વિષયસુખનો અભાવ થાય છે. આચાર્ય કહે છે કેહે જીવ! એવી વ્યર્થ આશંકા કરીને તું ધર્મથી વિમુખ ન થા. કારણ આ એક ન્યાય છે કે –
धर्मः सुखस्य हेतुहेतुर्न विरोधकः स्वकार्य्यस्य ।
तस्मात् सुखभङ्गभिया माभूधर्मस्य विमुखस्त्वम् ॥२०॥ કાર્યના હેતુભૂત એવું છે કારણ તે પિતાના કાર્યનું નાશક તે ન જ થાય. અહિં સુખ એ કાર્ય અને ધર્મ એ તેનું કારણ છે તો કારણરૂપ એ જે ધર્મ તે પિતાના સુખરૂપ કાર્યનો ઘાતક કેમ થાય ? ધર્મ સાધન કરવાથી મારા પ્રાપ્ત સુખને નાશ થશે એવા મિથ્યાભયથી હે ભાઈ ! તું ધર્મને અનાદર ન કર. પણ ઉલટું જેમ જેમ તું તે કારણ સેવીશ તેમ તેમ તારા તે ઈચ્છીત સુખરૂપ કાર્યની વૃદ્ધિ થશે. એ નિશ્ચય કરી તારે આવા અલભ્ય અવસરે સુખ જેથી પ્રાપ્ત થાય એવા સમ્યક્ ધર્મ વિશે પ્રીતિ કરવી એ જ યંગ્ય છે. એ જ અર્થને દષ્ટાંત પુર્વક ભગવાન આચાર્ય વિશેષ દ્રઢ કરે છે –
धर्मादवाप्तविभवो धर्म प्रतिपाल्य भोगमनुभवतु।
बीजादवाप्तधान्यः कृषीबलस्तस्य बीजमिव ॥२१॥ જે પુરુષ ધર્મના પસાયે સુખસંપદારૂપ વિભવ પામે છે, તેણે તે તે ક૯પવૃક્ષરૂપ ધર્મની રક્ષા કરી સુખસંપદારૂપ વૈભવ ભગવો ઈષ્ટ છે. જેમ બીજથી ઉત્પન્ન થયેલા અનાજમાંથી બીજ જેટલું રાખીને (અર્થાત્ –બીજનું રક્ષણ કરીને બાકીનું અનાજ ખેડુત ઉપભેગમાં લે છે.
બીજ વાવવાથી અન્ન ઉત્પન્ન થાય છે. બીજા હજારેગમ ઉપાયથી ખેદખીન્ન થવા છતાં પણ અનેત્પત્તિ થતી નથી, એ સુનિશ્ચિત છે. દીર્ઘદ્રષ્ટિ ચતુર ખેડુત વિચાર કરે છે કે-મારે ત્યાં આ જે વિપુલઅન્ન પ્રાપ્ત થયું છે, તે મૂળ આ બીજના પ્રતાપે થયું છે, તે તે અન્નની ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ એવા એ બીજની સર્વ પ્રકારે અને જે તે