________________
રીતે મારે રક્ષા કરવી ઘટે, કે જેથી ભાવિમાં પણ અન્નની પ્રાપ્તિ મને સુલભ થાય. તો હવે મારે તે બીજ જેટલું રાખીને બાકીનું અન્ન વાપરવું ઉચિત છે; ને તેથી જ મને સુખ છે. એ દ્રષ્ટાંતે હવે દ્રાષ્ટાંત સ્થિત કરે છે કે-ધર્મરૂપ બીજ વિના હજારે પ્રકારે ખેરખીન્ન થવા છતાં પણ સુખપ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન કહે છે કે-હે ભાઈ! જે તું વિચક્ષણ (ડાહ્યો) સંસારી હોય તો એ હવે નિશ્ચય કર કેમને જે વર્તમાન સુખસામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ધર્મ સેવનનું જ ફળ છે. વળી વર્તમાનમાં પણ જે હું ધર્મ સેવન કરૂં તે ભાવિમાં સુખની પ્રાપ્તિ થાય. મારે હવે તે એ જ ઉચિત છે કે-ધર્મ સંભાળી (રક્ષણ કરી) સુખ ભેગવવું, એ વિચાર વિચારી જેમ ધર્મ સાધ્ય થાય તેમ, અર્થાત્ ધર્મને અવિરેાધ રાખીને પૂર્વપુણ્યદયથી પ્રાપ્ત થયેલું સુખ તે ભાઈ! તું ભેગવ. . હવે ધર્મથી થતા ફળનું વર્ણન કરે છે –
संकल्प्य कल्पवृक्षस्य चिन्त्यं चिंतामणेरपि ।
असंकल्प्यमसंचिन्त्यं फलं धर्मादवाप्यते ॥२२॥ ક૯૫વૃક્ષથી સંકલ્પગ્ય એવું ફળ છે, અર્થાત્ વચનથી માગીયે તો મળે, અને ચિતામણીરત્નનું ચિતવન યોગ્ય (અર્થાત મનથી જે ઈચ્છે તે પ્રાપ્ત થાય) ફળ છે. પરંતુ ધર્મના પસાયથી તે અસંક૯ષ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ધર્મથી એવું કઈ અદ્દભૂત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંક૯૫ અને ચિંતવનથી પણ પર છે.
જગમાં કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નને લેકે ઉત્તમ ફળદાતા બતાવે છે. પણ તે તો વચન અને મનથી માગેલા યા ઈછેલા વિષયાદિ સામગ્રીરૂપ ફળને કિચિત્ આપે છે. પરંતુ ધર્મ તો વચન અને મનથી પણું અગોચર-અદ્દભૂત સુખસામગ્રીરૂપ વિપુલકુળને આપે છે. તો હે ભાઈ! કલ્પવૃક્ષ અને ચિતામણથી પણ ધર્મપ્રાપ્તિને મહાન કળદાતા જાણીને તે પવિત્ર ધર્મસાધનમાં તું નિરંતર અનુરકત રહે, એ જ સર્વથી અધિક યોગ્ય છે. હવે તે ધર્મ કેવી રીતે ઉપાર્જન કરવો? તે કહે છે –
परिणाममेव कारणमाहुः खलु पुण्यपापयोः प्राज्ञाः । तस्मात् पापापचयः पुण्योपचयश्च सुविधेयः ॥२३॥