________________
(૧૩) કરે તે ઉલટે તેને રેગ વધે તેમ હે શિષ્ય! અનાદિકાળના વિષયવાસનારૂપ ભયંકર મેહત્ત્વરથી ઉત્પન્ન થયેલી પરવસ્તુને ગ્રહણ કરવાની આતુરતારૂપ તીવ્રતૃષ્ણના અતિ વિષમ વમળમાં ખેંચાત-રીબાતે દુભાતે એ તું વાસ્તવ્ય આત્મશકિતહીન થયે છે. તે હવે તારે સમ્યફ અણુવ્રતરૂપ કમળ ધર્મસાધનનો અનુક્રમ ભકિત (શ્રદ્ધા) સહિત સેવ હિતકારક છે. તું સ્વશકિતને વિચાર કર્યા વિના મુનિપદ ગ્રહણ કરે, અને જે તે યથાવત્ રાધે નહિ તે ઉલટે અનાદિ સંસારરેગ વધે. કહેવાનો ઉદેશ એ છે કે-જેમ અંતરંગપરિણતિ વીતરાગસન્માર્ગમાં ટકી રહે તેમ ડું થોડું ધર્મસાધન સાધ્ય કરી પરિણામે આત્મધર્મને વર્ધમાન કરે. ચારિત્ર આરાધનાને પ્રારંભ કોણે કરે? તે કહે છે –
सुखितस्य दुःखितस्य च संसारे धर्म एव तव कार्यः। , सुखितस्य तदभिवृद्धे दुःखभुजस्तदुपघाताय ॥१८॥
હે ભવ્ય ! આ સંસારમાં તું નિરંતર સુખ દુઃખને જ વેદે છે તેથી તારે એ બંને સ્થિતિમાં ધર્મ કરે યોગ્ય છે. સુખમાં તે સુખની વૃદ્ધિ અર્થે અને દુઃખમાં તેના નાશને અર્થે, એમ બંને સ્થિતિમાં માત્ર એક ધર્મ જ હિતકારી છે.
જેમ કોઈ પુરુષ ધનવાન હોય તો પણ તેણે ધનપ્રાપ્તી ભણી પ્રયત્નવંત રહેવું એગ્ય છે. તેમ કેઈ પુરુષ ત્રાણવાન હોય તો પણ તેણે ધન રળવા પ્રયત્નવંત રહેવું એગ્ય છે. ધનવાન પુરુષ ધન રળે તે તેના મૂળધનમાં વૃદ્ધિ થાય અને ત્રણવાન પુરુષ ધન કમાય તે ત્રણને નાશ થાય, એમ જે જીવ પુણ્યદયથી સુખી છે તેણે તથા જે
જીવ પાપકર્મોદયથી દુઃખી છે તેણે એમ બંનેએ ધર્મ આચરે હિતકારી છે. ધર્માચરણથી સુખીપુરુષના સુખની વૃદ્ધિ અને દુઃખીપુરુષના દુઃખનો નાશ થાય છે. માટે સુખી અથવા દુઃખી ગમે તેવી સ્થિતિમાં ધર્મ એ જ પરમહિતકારી સાધન છે. તેને તું ભકિતપુર્વક સભ્યપ્રકારે આચર.
હે ભાઈ! આ ઈન્દ્રિયજન્ય સુખ એ પણ ધર્મપ્રાપ્તિનું (આનુવંગિક) ફળ છે, તેથી જેમ ધર્મ હાની ન પામે અને તેની રક્ષા થાય તેમ તેને ભગવ. એ જ ભાવ ગ્રંથકાર નીચે કાવ્યથી પ્રતિપાદન કરે છે –
धर्मारामतरूणां फलानि सर्वेन्द्रियार्थसौख्यानी । संरक्षतांस्ततस्तान्युचिनुयस्तैरुपायैस्त्वम् ॥१९॥