________________
[૭૬) શિષ્ટ દિશામાંથી આગમનના પરિજ્ઞાન શિવાય બીજું પણ આવું જ્ઞાન તેને થાય છે કે જેમ હું પૂર્વે હતું તેમ જાણું છું અને હવે પછી મારા આ શરીરને અધિષ્ઠાતા (અત્મિા) જ્ઞાન દર્શન,ઉપગ લક્ષણવાળે ઉપપાદક (ભવાંતરમાં જના૨) અને અસર્વ ગત (શરીર માત્ર પ્રમાણ વાળે) ભેતા, મૂર્તિ રહિત, અવિનાશી, શરીર વ્યાપી, ઈત્યાદિ ગુણવાળો મારે આત્મા છે. તે આત્માના આઠ ભેદ છે દ્રવ્ય, કષાય, યોગ, ઉપગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આત્મા, એમ આઠ પ્રકારે છે. તેમાં અહિં આ મુખ્યત્વે ઉપગ આત્મા વડે અધિકાર છે. અને બાકીના ભેદે તેના અંશ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેથી બતાવ્યા છે. - તે પ્રમાણે મારે આત્મા છે. જે અમુક દિશામાંથી કે વિદિશામાંથી ગતિ પ્રાગ્ય કર્મના ઉપાદાનથી તેને અનુસાર ચાલે છે. પાઠાન્તરમાં અનુસંચરતીને બદલે અનુસંસરઈ પાઠ છે. તેને અર્થ આ પ્રમાણે છે કે દિશા વિદિશાઓનું ગમન અથવા ભાવ દિશામાંથી આગમન, તેને યાદ આવે છે, હવે સૂત્ર અવયવ વડે પૂર્વના સૂત્રોના કહેલા અર્થને ઉપસંહર છે. (બતાવે છે.)
બધી દિશાઓ અને અનુ દિશાઓમાંથી જે આવે છે અને અનુસરે છે. અથવા અનુસરે છે. તે હું એ ઉલ્લેખ કરવા વડે આત્માને ભાવ સિદ્ધ થાય છે. અને પૂર્વ વિગેરે પ્રજ્ઞાપક દિશાઓ બધી ગ્રહણ કરી છે. અને