________________
[૧૪] રહી દુઃખ ભેગવે છે. આથી અશાતા વેદનીય કર્મ બાંધવાનું સૂચવ્યું. છે.
શંકાએક પ્રાણીના નાશ કરવાથી પ્રવૃત્તિમાં આઠ પ્રકારને કર્મબંધ કેવી રીતે થાય? .
ઉત્તર–મરાતા જંતુના જ્ઞાનને રોકવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એવી રીતે બધા કર્મોમાં જવું અને પુર્વે કહેલા જ્ઞાની સાધુઓએ બીજું પણ આવું જાણેલું છે, તે બતાવે છે. કે આહાર ભૂષણ તથા ઉપકરણને માટે તથા પરિવંદન, માનન, પૂજનને માટે અને દુખના પ્રતિઘાત માટે લેક (પ્રાણીગણ) ઘેલા બનેલ છે. ( કાર્ય અકાર્યને જાણતા નથી ) આ પ્રમાણે અતિ પાપના સમૂહના વિપાકરૂપે ફળ એવા પૃથિવીકાયના સમારંભમાં અજ્ઞાની અજ્ઞાનવશ મૂર્શિત થયેલે આવાં કાર્યો કરે છે. તે બતાવે છે. આ પૃથિવીકાયના જીને વિરૂપ શસ્ત્રાવડે પશિવીકાયને સમારંભ કરતે પૃથિવીકાયના જેને હણે છે. અને તેની સાથે પૃથિવી શસ્ત્રવિડે પૃથિવીનું નિકંદન કરે છે. અથવા હળ, કુદાળા વિગેરેથી અનેક પ્રકારે સમારંભ કરે છે. અને તેને હણતાં તેને આશ્રયીને રહેલા બે ઈદ્રિાદિ છેને હણે છે. વાદીની શંકા આરેકા ( હદપાર જવાય છે, કારણ કે જે ન જુએ, ન સાંભળે, ન સૂઘે, ન જાય, તે કેવી રીતે વેદના અનુભવે અને તે વાત અમે માનીએ?