Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 291
________________ (276] એટલે તે અઢાર પ્રકારનાં પાપ સંપૂર્ણ જાણીને બુદ્ધિમાન પુરૂષ મર્યાદામાં રહીને છ જવનિકાયનાં શસ્ત્ર જે સ્વ, પરકાય ભેદ રૂપ છે તેને પિતે ન આરંભે, ન આરંભ કરાવે, ન આરંભતાને અનુદે, આ પ્રમાણે જેણે સારી રીતે છે જવનિકાયના શસ્ત્રના સમારંભેને પરીક્ષા કરીને જાણ્યા છે. તથા તે વિષયનાં પાપ કર્મો પણ જાણ્યાં છે. તે જ્ઞપરિજ્ઞાએ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ ત્યાગ કરે છે, તે મુનિ બધા પાપથી રહિત છે, તથા એવા પૂર્વે થયેલ વિતરાગ એટલે રાગ દ્વેષથી બીલકુલ રહિત એવા પુરૂષની માફક જાણ, ( અહિં “ઈતિ” શબ્દ અધ્યયનની સમાપ્તિ માટે છે) પછી સુધમાં સ્વામી કહે છે, કે પિતાની બુદ્ધિથી નહીં, પણ ભગવાને કહેલું, તે હું કહું છું. અહીં ભગવાન એટલે જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મેહનીય, અંતરાય, એ ચાર કર્મ આત્માના ગુણને ઘાત કરનાર હોવાથી, ઘનઘાતી કર્મ કહેવાય છે તે દૂર કરવાથી સંપૂર્ણ પદાર્થનું દિવ્ય જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, તથા જેને બધા ઈનો નમે છે, તથા ચેત્રીશ અતિશયથી યુક્ત છે, એવા શ્રી વર્ધમાન સ્વામી પાસેથી ઉપદેશ સાંભળી મેં આ બધું કહ્યું છે. આ પ્રમાણે ટીકાકાર કહે છે કે, સૂત્રને અનુગમ, નિક્ષેપ અને સૂત્રને સ્પર્શ કરનારી નિર્યુક્તિ એ બધું કહ્યું , હવે નિગમ વિગેરે ને કહે છે. તે બીજે સ્થળે વિસ્તારથી કહ્યા છે, અહિં તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે કહ્યા છે, જ્ઞાન નય, અને ચરણ નય, તેમાં જ્ઞાન નય, વાળ મિક્ષના સાધનમાં જ્ઞાનને પ્રધાન માને છે, કારણ કે હિત અહિતની

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295